નવાઝુદ્દીન સિદ્દીકીના નામે એવો રેકોર્ડ દાખલ થયો છે, જે રાજેશ ખન્ના,અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર જેવા જુના અને અત્યાર સુધીના સ્ટાર્સને નસીબ નથી થયો. તેમની આગામી ફિલ્મ ‘ઠાકરે’ને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં સવારનો 4 વાગ્યાનો શો મળ્યો છે. એ ટાઈમ પર મહારાષ્ટ્રવાસી ઠાકરેની બાયોપિક જોઈ શકશે. મુંબઈના વડાલાના મલ્ટીપ્લેક્સમાં 25 જાન્યુઆરીએ સવારે સવા ચારના શો માં આ ફિલ્મ રિલીઝ થશે.
હિન્દી સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર આવું થશે
ટ્રેન્ડ ઍનલિસ્ટ તરણ આદર્શે કહ્યું,’ આવું હિન્દી સિનેમાનાં ઇતિહાસમાં કદાચ પહેલી વાર છે. એ સિને ચેઇન સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે વડાલા ઉપરાંત મહારાષ્ટ્રનાં લાતુર અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારના શો રાખવામાં આવ્યા છે.
પહેલા આવો ક્રેઝ અમિતાભ અને રાજેશ ખન્નાને હાંસલ હતો
તેમની ફિલ્મો સવારે 6 વાગે લાગતી હતી પણ સવારે ચાર વાગ્યે કોઈનો શો નથી થયો. આ પ્રકારનું ઓનર આ અગાઉ સુપરસ્ટાર રજનીકાંતને મળ્યું છે.
અગાઉ પણ બાયોપિકમાં કરી ચૂક્યા છે કામ
નવાઝ આ અગાઉ ‘મન્ટો’, ‘માંઝી: ધ માઉન્ટેન મેન’ જેવી બાયોગ્રાફિકલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને હવે હવે ‘ઠાકરે’ ફિલ્મમાં ‘શિવસેના’ સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેનો રોલ કરી રહ્યા છે.