પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વિશાળ દીપોત્સવ: તાપી ઘાટ પર 2 લાખથી વધુ દીવડા પ્રગટાવ્યા, જુઓ આતશબાજીનો નયનરમ્ય નજરો

Surat Tapi Ghat: ગુજરાત રાજ્યના સુરત શહેરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને લઇ તેની પૂર્વ સંધ્યાએ ભવ્ય દીપોત્સવ(Surat Tapi Ghat) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જહાંગીરપુરામાં તાપી આરતી ઘાટ…

Surat Tapi Ghat: ગુજરાત રાજ્યના સુરત શહેરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને લઇ તેની પૂર્વ સંધ્યાએ ભવ્ય દીપોત્સવ(Surat Tapi Ghat) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જહાંગીરપુરામાં તાપી આરતી ઘાટ ખાતે બે લાખથી પણ વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવાળીને પણ ઝાંખી પાડે તે પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી પણ અહી ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

દીપોત્સવથી ભવ્ય ઉજવણી
સુરતમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં તેની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તાર ખાતે આવેલા તાપી આરતી ઘાટ ખાતે તાપી નમોસ્તુભમ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 2 લાખથી વધુ દીવડાઓ તાપી નદી કિનારે પ્રગટાવી સુર્ય નગરી દીપોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી છે. દિવાળીની ઉજવણીને પણ અહી ઝાંખી પડે તેવા દીવડાના શાગનાર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

કાર સેવકોનું સન્માન કરાયું
સૂર્ય નગરી દીપોત્સવ કાર્યક્રમમાં ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હાથે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરતના જુદા જુદા ખૂણામાંથી 15 હજારથી વધુ લોકો પણ જોડાયા છે.

સામૂહિક તાપી આરતી કરાઇ
તાપી કિનારે 15 હજારથી વધુ લોકો દ્વારા એક સાથે સામૂહિક તાપી માતાની આરતી કરવામાં આવી હતી. સમગ્ર ઘાટને લાઇટિંગથી ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની ખુશીની ઉજવણીમાં ભવ્ય આરતીમાં લોકો જોડાયા છે. ત્યારે તાપી ઘાટનો ખુબ જ આકર્ષક નજારો જોવા મળી રહ્યો હતો અને સમગ્ર ઘાટ જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યો હતું.

ભવ્ય આતશબાજી કરાઈ
તાપી ઘાટ પર ભવ્ય દીપોત્સવ પછી સામૂહિક તાપી આરતી કરવામાં આવી હતી. ત્યારપછી અયોધ્યામાં રામલલ્લાની ખુશીમાં ભવ્ય આક્સ્બાજી શો રાખવામાં આવ્યો હતો. જ્યાં સતત આકાશમાં આતશબાજી કરવામાં આવી હતી. ત્યારે આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું. સતત 10થી 15 મિનિટ આકાશમાં આતશબાજી ફૂટતી રહી હતી. જેને લઇ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ અદભુત દિવાળી જેવો માહોલ સર્જાય ગયો હતો.

સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું
સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં સ્વચ્છતામાં સુરતને પ્રથમ સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સફાઈ કામદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સુરતના તમામ ઝોનના સફાઈ કામદારોને રામ મંદિરની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને તાપી નમોસ્તુભમ પરિવારે તમામ સફાઈ કામદારોને ભેટ આપીને સન્માનિત કર્યા હતા.