ગુજરાત બજેટ 2024 LIVE અપડેટ: 3,32,465 કરોડનું બજેટ રજૂ- આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવશે, જાણો બીજી શું કરી જાહેરાત…

Gujarat Budget 2024 LIVE Update: ગતરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ આવી ગયું…

Gujarat Budget 2024 LIVE Update: ગતરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ આવી ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ 3,32,465 કરોડનું(Gujarat Budget 2024 LIVE Update) છે, જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૪૩૭૪ કરોડની જોગવાઇ
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ ૮૩૭ જેટલી શાળાઓના અંદાજિત ૧ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે 539 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના ૭૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 259 કરોડની જોગવાઈ કરવામાં આવી.

અમદાવાદના રિવરફ્રન્ટનો થશે વિકાસ
અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે પણ બજેટની ફાળવણી કરાઇ છે. આ સાથે સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ કરાઈ છે. બીજી બાજુ કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ કરાઇ છે.

રાજ્યમાં માથાદીઠ આવકમાં વધારો
નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો થયો છે. ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન છે. અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે. બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ. જ્યારે બીજી બાજુ ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રીએ રજૂ કર્યું બજેટનાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરી દીધું છે. તેઓએ બજેટની સ્પીચમાં રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની ઓળખ બની ગઇ છે. આપણે ગુણવંતુ ગુજરાત, ગરવુ ગુજરાત બનાવવાની નેમ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજૂટ કરતા સમયે કહ્યું કે, ‘ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશિલ ગુજરાત. આમ ગુજરાતનો વિકાસ ગણવંતો રહે તેવો ધ્યેય છે.’

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત
ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી.પરંતુ હવે આ આઠ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.

શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત
શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ કરાઇ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ, આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.જેનાથી જનતાને લાભ મળશે.

નાણામંત્રીએ કરી આ મહત્ત્વની જાહેરાત
3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા
8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ થશે
શૈક્ષણિક સહાય માટે નમો લક્ષ્મી યોજના લાગૂ થશે
ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે
ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે
8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવાશે

અલગ અલગ નિગમો માટે 250 કરોડ રુપિયાની જોગવાઈ
રાજ્યના અલગ અલગ નિગમો માટે રાજ્ય સરકારના ફંડમાંથી 250 કરોડ રુપિયાની જોગવાઈ કરાવમાં આવી છે. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જેનાથી ઘર વિહોણા લોકોને સીધો લાભ મળશે.

સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થપાશે
બીજી બાજુ સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત કરાઈ છે અને તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી અપાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

ST વિભાગ 2500 નવી બસો ખરીદશે
નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ
પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો છે.
જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત
1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે
રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો
ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન

માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડ રુપિયા, ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ
ગુજરાતના બજેટમાં પીએમ પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટ વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ મહેસુલ વિભાગ માટે 5195 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઈ,ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ, કલાઈમેટ ચેન્જ વિભાગ માટે 1163 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ માટે 2586 કરોડની જોગવાઈ, પ્રવાસન વિભાગ માટે 2098 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9220 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.જે લોકો માટે સારું રહેશે.જેનાથી લોકોને ફાયદો થશે.

બજેટમાં નાણામંત્રીએ કરી મહત્ત્વની અન્ય કેટલીક જાહેરાતો
319 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે.
45 હજાર સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાનું કાર્ય શરૂ છે.
10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળાઓ શરૂ કરાશે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડા ઉભા કરવામાં આવશે.
શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે
162 નવી સરકારી શાળા બનાવાશે જેનાથી એજ્યુકેશન સિસ્ટમને ઘણો ફાયદો થશે.