શ્રેયસ અય્યરે ખરીદી મર્સિડીઝ SUV, કિંમત જાણી આંખે અંધારા આવી જશે

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યરે(Shreyas Iyer) એક લક્ઝુરિયસ Mercedes-AMG G 63 4matic SUV ખરીદી છે. ઐય્યરની એસયુવી ખરીદતી તસવીરો મુંબઈ(Mumbai)ના એક કાર વેચનાર દ્વારા શેર કરવામાં આવી છે. આ મર્સિડીઝની કિંમત 2.45 કરોડ રૂપિયા છે.

લેન્ડમાર્ક કાર્સ મુંબઈએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં લખ્યું, ‘ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરને નવી મર્સિડીઝ બેન્ઝ જી63 ખરીદવા બદલ અભિનંદન. સ્ટાર પરિવારમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે, તમને આ સ્ટાર રમવાનો એટલો જ આનંદ આવશે જેટલો અમને તમારી કવર ડ્રાઇવ જોવાનો આનંદ આવે છે.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2022માં KKRનું પ્રદર્શન ખાસ નહોતું અને તે પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું. મેગા ઓક્શનમાં KKRએ શ્રેયસ અય્યરને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસ અય્યરે IPL 2022માં 14 મેચોમાં 30.84ની એવરેજથી 401 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. શ્રેયસ અય્યર છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

27 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી 101 IPL મેચોમાં ભાગ લીધો છે અને તેણે 31.55ની એવરેજ અને 125.38ના સ્ટ્રાઈક રેટથી 2776 રન બનાવ્યા છે. અય્યરે તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 19 અર્ધસદી ફટકારી છે. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 26 ODI અને 36 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો છે. તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમતા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “શ્રેયસ અય્યરે ખરીદી મર્સિડીઝ SUV, કિંમત જાણી આંખે અંધારા આવી જશે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *