વિરાટ કોહલીને પાછળ છોડી Shubman Gill એ રચ્યો ઈતિહાસ- ઈન્ડિયાનો કોઈ પણ બેટ્સમેન નથી કરી શક્યો આ પરાક્રમ

Shubman Gill: ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલે (Shubman Gill) અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની ટી-20 શ્રેણીની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પણ Shubman Gillએ ODI શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ બેવડી સદી ફટકારી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આજે ગીલની પ્રથમ સદી બેટ સાથે આવી હતી. તેણે પોતાની સદી પૂરી કરવા માટે 54 બોલ લીધા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.

આ સદી સાથે Shubman Gillએ  ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટી-20માં સદી ફટકારનાર Shubman Gill ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સુરેશ (Suresh Raina) રૈનાના નામે હતો.

સુરેશ રૈનાએ 2010માં દક્ષિણ આફ્રિકા સામે 23 વર્ષ 156 દિવસની ઉંમરમાં 101 રન બનાવ્યા હતા. Shubman Gillએ આ કારનામું 23 વર્ષ અને 146 દિવસમાં કર્યું હતું, જે રૈના કરતા 10 દિવસ ઓછા છે. Shubman Gill માત્ર 63 બોલમાં 126 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 234/4નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો T20 સ્કોર છે. Shubman Gillએ સદી ફટકારીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.  ભારત માટે 126 રનનો સ્કોર T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ બેટ્સમેનનો સૌથી વધુ સ્કોર છે.

આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલી (Virat Kohli) ના નામે હતો. કોહલીએ એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે 61 બોલમાં 122 રન બનાવ્યા હતા. Shubman Gillએ આ રેકોર્ડ માત્ર 146 દિવસમાં તોડી નાખ્યો.

ભારતે આજે ન્યુઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે, જે T20 આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. 236 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 21 રનના સ્કોર પર કિવી ટીમના અડધા બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા. જે બાદ ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રિકવર થવાની તક આપી ન હતી અને સમગ્ર ટીમને 66 રનમાં આઉટ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *