સોનાના ભાવ(The price of gold)માં દિવસેને દિવસે વધારો ઘટાડો થઇ રહ્યો છે. આજે એટલે કે 26 માર્ચે સોનાની કિંમતમાં થોડો ઉછાળો આવ્યો છે. દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 48,200 છે. આ દર આગલા દિવસે 47,950 રૂપિયા હતો. એટલે કે 10 ગ્રામ દીઠ 250 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમજ લખનૌમાં 22 કેરેટ સોનું 48,350 રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. જે આગલા દિવસે 48,100 રૂપિયા હતું. આવી સ્થિતિમાં પ્રતિ 10 ગ્રામમાં 250 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
24 કેરેટ સોનાની કિંમત:
દેશમાં 24 કેરેટ સોનાનાં 10 ગ્રામનો ભાવ આજે 52,590 રૂપિયા છે. આગલા દિવસે પણ આ ભાવ રૂ. 52,310 હતો. આ ઉપરાંત યુપીની રાજધાની લખનૌમાં આજનો રેટ 52,740 છે જ્યારે ગઈકાલે 52,450 રૂપિયા હતો. માહિતી માટે, અમે તમને જણાવીએ કે ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય શુલ્ક શામેલ નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક ઝવેરીનો સંપર્ક કરો.
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,829, 8 ગ્રામનાં ₹38,632, 10 ગ્રામનાં ₹48,290, 100 ગ્રામનાં 4,82,900 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,268, 8 ગ્રામનાં ₹42,144, 10 ગ્રામનાં ₹52,680, 100 ગ્રામનાં 5,26,800 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.90, 8 ગ્રામનાં ₹551.20, 10 ગ્રામનાં ₹ 689, 100 ગ્રામનાં ₹6,890, 1 કિલોનાં 68,900 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,829, 8 ગ્રામનાં ₹38,632, 10 ગ્રામનાં ₹48,290, 100 ગ્રામનાં 4,82,900 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,268, 8 ગ્રામનાં ₹42,144, 10 ગ્રામનાં ₹52,680, 100 ગ્રામનાં 5,26,800 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.90, 8 ગ્રામનાં ₹551.20, 10 ગ્રામનાં ₹ 689, 100 ગ્રામનાં ₹6,890, 1 કિલોનાં 68,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,825, 8 ગ્રામનાં ₹38,600, 10 ગ્રામનાં ₹ 48,250, 100 ગ્રામનાં 4,82,500 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,264, 8 ગ્રામનાં ₹42,112, 10 ગ્રામનાં ₹52,640, 100 ગ્રામનાં 5,26,400 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.90, 8 ગ્રામનાં ₹551.20, 10 ગ્રામનાં ₹ 689, 100 ગ્રામનાં ₹6,890, 1 કિલોનાં 68,900 રૂપિયા નોંધાયા છે.
ચાંદીના ભાવમાં પણ જોવા મળ્યો જોરદાર ઉછાળો:
ચાંદીના ભાવની વાત કરીએ તો લખનૌમાં પણ ચાંદીના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 70,000 છે. જયારે આ કિંમત ગઈકાલે 68,500 હતી. એટલે કે ચાંદીની કિંમતમાં 1500 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.
સોનાની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય?
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે. જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે.
જાણો 22 અને 24 કેરેટમાં શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું તેજસ્વી હોય છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.