એક સાથે પાંચ બાળકોના મોતથી ગામમાં છવાયો માતમ, રડતી આખે ગામજનોએ કર્યા અંતિમ સંસ્કાર 

ઝારખંડ: હાલમાં ઝારખંડમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જેમાં એક સાથે પાંચ મિત્રોના મૃત્યુ થઇ ગયા છે. આ બનાવમાં એક સાથે પાંચ મિત્રોના મૃત્યુ…

ઝારખંડ: હાલમાં ઝારખંડમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જેમાં એક સાથે પાંચ મિત્રોના મૃત્યુ થઇ ગયા છે. આ બનાવમાં એક સાથે પાંચ મિત્રોના મૃત્યુ થઇ ગયા બાદ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. જાણવા મળ્યું છે કે, આ બનાવ ઝારખંડનો છે.

અહીંયા ગામના તળાવમાં પાંચ મિત્રો નાહવા માટે ગડોઘર ગામના તળાવમાં ગયા હતા અને તેમના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ બધા જ મિત્રોની ઉંમર ૧૨ વર્ષથી ૧૩ વર્ષની જ હોવાનું સામે આવ્યું છે. આ બધા જ મિત્રો એક બીજાને બચાવવા માટે પાણીમાં પડ્યા હતા પણ બધા જ મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા.

આ બાળકોના મૃતદેહને જોઈને બધા બાળકોના માતા-પિતા રડવા લાગ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ પાંચ મિત્રોમાં ત્રણ છોકરીઓ અને બે છોકરાઓ હતા. આ બનાવની જાણ થયા બાદ ગામના લોકોએ તળાવમાંથી તેમને બહાર કાઢ્યા હતા. આ બનાવ બન્યા બાદ આખું ગામ તળાવના કિનારે આવી ગયું હતું અને તરત જ આ પાંચેય મિત્રોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ બાદ આખા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ દિવસે ગામના લોકોએ ઘરમાં ચૂલો પણ સળગાવ્યો ન હતો. ત્યારબાદ પોલીસ પણ ઘટનસ્થળે પહોચી હતી અને તપાસ શરુ કરી હતી. ત્યારબાદ આખા ગમે ભેગા થઇને આ પાંચેય બાળકોના અંતિમ સંસ્કાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *