Edible oil price hike: રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક ખુબજ મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અષાઢ મહિનામાં અધરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ દરમિયાન સામન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે, સીંગતેલના ભાવ (Edible oil price hike)માં આજે ફરી એકવાર રૂપિયા 10 નો વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે સીંગતેલના ડબ્બા રૂપિયા 3000 ને પાર પહોંચી ગયા છે.
અહીં મહત્વનું એ છે કે, અત્યારે વરસાદની સિઝનમાં લોકો દાળવડા-ભજીયા સહિતના અનેક અન્ય ફરસાણો ખાવાના શોખીન હોય છે અને તેથી સીંગતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.
ફરી એકવાર સીંગતેલના ભાવમાં વધારો થતાં લોકોને મોંઘવારી વધુ એક માર પડ્યો છે. આ વરસતા વરસાદની વચ્ચે આજે સિંગતેલના ભાવમાં વધારો થયો છે, ફરી એકવાર સીંગતેલના ભાવમાં વધારો થવાથી સીંગતેલનો ડબ્બો રૂપિયા 3000 ને પાર પહોંચી ગયો છે. તહેવારો આવે તે પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં થયેલા વધારાને કારણે સામાન્ય લોકો અને ગરીબ માણસોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે.
આ પહેલા પણ એક વાર સીંગતેલના ભાવમાં વધારો નોધાયો હતો, આ પહેલા સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે, જે બાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2890 થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 150થી વધુનો ભાવ વધારો થયો છે. તો આજે ફરી એક વાર સિંગતેલના ભાવ વધારો થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube