કોરોનાને કારણે કુંવારા લોકોના થઇ રહ્યા છે પરણેલા કરતા વધુ મોત

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કુલ 3,74,00,000 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોનાની સૌથી વધુ…

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કુલ 3,74,00,000 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોનાની સૌથી વધુ અસર તો અમેરિકા, બ્રાઝીલ તથા ભારતમાં જ થયેલી હોય એવું જોવા મળી રહ્યું છે ત્યારે આવા કપરાં સમયની વચ્ચે કુંવારા લોકોની માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.

આરોગ્યમય જીવન પસાર કરવાં માટે લગ્નજીવન અગત્યનું અંગ બની ગયું છે. કોરોનાના આવા સંકટની વચ્ચે આ તક હવે સાબિત થવાં પામી છે. હાલમાં જ કરેલ સંશોધન પ્રમાણે કોરોના મહામારીને કારણે કુંવારા લોકોને મોતનો ભય સૌથી વધારે રહેલો છે. આની સાથે જ વિધુર એટલે કે, પત્ની મૃત્યુ પામેલ હોય એવો પુરુષ અને વિધવા એટલે કે, પતિ મૃત્યુ પામેલ હોય એવી સ્ત્રી એમ આ બંને લોકોને પણ વધારે ભય રહેલો છે.

પરણિત લોકોમાં આ પ્રકારનો ભય જોવા લટો નથી. સ્વીડનમાં આવેલ એક યુનિવર્સીટીએ તો આ બાબતને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે. આની સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે,કુંવારા લોકોની સિવાય જે લોકોની કમાણી ખુબ ઓછી છે અથવા તો જે લોકોએ ઓછો અભ્યાસ કરેલ છે એવાં લોકોનું મૃત્યુ થવાની શક્યતામાં વધારો થતો જાય છે.

આ સંશોધન ‘સ્વીડીશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેર’ દ્વારા સ્વિડનમાં કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં 20 વર્ષીય અથવા તો એનાંથી ઓછી ઉંમરના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘જનરલ નેચર કોમ્યુનિકેશન’ માં પ્રકાશિત થયેલ લેખક સ્વેન દ્રેફ્હાલ જણાવે છે કે, કોરોનાને લીધે થયેલ મોતની સાથે કેટલાંક ફેકટર્સ જોડાયેલ છે. અપરિણીત લોકોની સિવાય , જે લોકોના છુટા-છેડા થઈ ગયાં છે એ લોકો તથા એમની સાથે જ વિધવા તથા વિધુરનો પણ સમાવેશ થાય છે કે, જેમનું મોત કોરોનાને લીધે ઝડપથી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *