ગુજરાત(Gujarat): મોંઘવારીમાં પિલાતી જનતા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જોવામાં આવે તો ખાદ્યતેલ(Edible oil)માં ફરી એક વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારો ઝીંકવામાં આવતા હવે મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. વાત કરવામાં આવે તો કપાસિયા(Cottonseed oil) અને સિંગતેલ(Sing oil)માં 10 રૂપિયાનો મસમોટો વધારો કરવામાં આવ્યો છે.
જાણો ક્યાં પહોચ્યા ડબ્બાના ભાવ:
ઇતિહાસમાં પહેલી વાર સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2770 રૂપિયાથી 2820 રૂપિયા થઇ ગયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયાથી 2700 રૂપિયા થઇ ગયો છે.
હાલ જીવન જરૂરિયાતી તમામ ચીજ વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો થઈ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યુક્રેન-રશિયાના યુદ્ધની અસરના નામે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે એક મહિનામાં તેલના ભાવમાં ફરી એક વધારો નોંધાતા હવે મહિલાઓનું બજેટ ખોરવાય ગયું છે. છેલ્લા પચ્ચીસ દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેને કારણે હવે, મહિલાઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ સતત વધારો થઇ રહ્યો છે. સતત ખાદ્ય તેલોમાં ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી જેને કારણે તેલિયા રાજા બેફામ બની રહ્યાં છે, જેની અસર આમ જનતાના ખિસ્સા પર પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.