કહેવાય છે અન્ન થી મોટું કોઈ દાન નથી. કોવિડ-19 (covid19) રોગચાળાના સમયમાં, જો વિશ્વને સૌથી વધુ કોઈ વસ્તુની જરૂર હોય, તો તે ભલાઈ છે. જો આપણે બીજા કોઈ જરૂરિયાતમંદો વ્યક્તિ વિશે થોડું વિચારીએ તો આ દુનિયા વધુ સુંદર બની જશે. દેશની રાજધાની દિલ્હી(Delhi)ના રોહિણી સેક્ટર 7 માં એક એવો સ્ટોલ આવેલ છે જ્યાં દાળ, ભાત અને રોટલી દ્વારા લોકોની ભૂખ મટાડવામાં આવે છે.
વાસ્તવમાં સોસિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં રસ્તાની બાજુમાં એક સ્ટોલ બતાવવામાં આવ્યો હતો, જેનું નામ હતું- ‘સીતા જી કી રસોઇ’. ગ્રંથ ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ સ્ટોલની સૌથી ખાસ વાત એ છે કે અહીં તમને માત્ર 10 રૂપિયામાં પૂરતું ભોજન મળે છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવે છે કે અહીં દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી ભોજન પીરસવામાં આવે છે.
View this post on Instagram
કહેવાય છે કે અહીં એક વાર ભોજન ખાધા પછી બીજી વાર અને ત્રીજી વાર પણ અહીં ભોજન લઈ શકાય છે અને તેની કિંમત માત્ર 10 રૂપિયા જ છે તેમજ જે લોકો 10 રૂપિયા પણ ચૂકવી શકતા નથી તે લોકોને ભોજન મફત આપવામાં આવે છે. વાયરલ થયેલ આ વીડિયો અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો છે અંદાજીત અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ પણ મળી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.