સુરત(ગુજરાત): લોકો લોકડાઉનમાંથી છૂટછાટ મળવાની સાથે જ ઘરની બહાર મોટા પ્રમાણમાં નીકળી રહ્યા છે, પ્રવાસન સ્થળો પણ માનવ મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે. તે દરમિયાન ઘણી દુર્ઘટનાઓ પણ બનતી રહી છે.
ગળતેશ્વર મહીસાગરમાં થોડા દિવસ પહેલા જ નાહવા માટે ગયેલા એક પ્રાંતિજના યુવકનું ડૂબી જવા જવાથી મોત નીપજ્યા હતા. ત્યારે હવે વધુ એક આવો જ બનાવ સુરતમાંથી જોવા મળ્યો છે. જેમાં તાપી નદીમાં 6 યુવાનો નાહવા ગયેલા હતા. તેમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું છે.
મળતી માહિતી મુજબ, સુરતના ગોડાધરા અને પૂણા કુંભારિયા વિસ્તારના 6 જેટલા યુવાનો તાપી નદીમાં નાહવા માટે પડ્યા હતા. જેમાંથી બે યુવાનો પાણીના ઊંડા વહેણમાં તણાય ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બારડોલી તેમજ કામરેજ ફાયરની ટીમે યુવકની શોધખોળ શરુ કરી હતી. તપાસ દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેનાર પ્રવીણ ઓમપ્રકાશ જૈન નામનો યુવક નાહતા સમયે નદીમાં ડૂબી જતા તેનું દુખદ મોત નીપજ્યું છે. પ્રવિણ સાથે અન્ય એક યુવક પિયુષ સુજારામ ગેહલોત પણ ડૂબ્યો જેની હજુ સુધી કોઈ જાણ થય નથી. હાલ તેની શોધખોળ શરુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.