પેલા પોતાનું અને પછી ગામનું કરાય બેન! માસ્ક ના પહેરનાર વૃદ્ધને થપ્પડ મારી મોઢા પર થૂંકી- જુઓ વિડીયો

દુનિયામાં કોરોના(Corona)ની સાથે સાથે હવે નવા વેરિયન્ટ ઓમિક્રોને(Omicron) લોકોના ટેન્શનમાં વધારો કરી દીધો છે. લોકોને ફરી એક વખત માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ડેલ્ટા ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાઇરલ(Viral video) થઇ રહ્યો છે, જેમાં એક મહિલા માસ્ક ના પહેરનાર વૃદ્ધને થપ્પડ મારે છે. જોકે નવાઈની વાત તો એવી છે કે થપ્પડ મારનાર મહિલાએ પોતે જ નાક પર માસ્ક(Mask) નહોતું પહેરેલું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વૃદ્ધના મોઢા પર થૂંક્યું અને પછી મારી થપ્પડ:
સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલા પેસેન્જરે વૃદ્ધ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરતી જોવા મળી રહી છે. મહિલા પેસેન્જર એક વૃદ્ધ વ્યક્તિએ માસ્ક ના પહેરવાને કારને ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે એ વૃદ્ધ વ્યક્તિને જોરથી થપ્પડ ઝીંકી દીધી હતી. માત્ર એટલું જ નહીં, તે મહિલા તેના મોઢા પર થૂંકતી પણ નજરે ચડી છે. જ્યારે નવાઈની વાત એ છે કે, આ સમગ્ર વિવાદ વચ્ચે મહિલાએ પોતે પણ માસ્ક નથી પહેર્યું . આ સમગ્ર વિવાદમાં ક્રૂ-મેમ્બર મહિલાને રોકવાનો ખુબ પ્રયત્ન પણ કરે છે, પરંતુ તે માનવા માટે તૈયાર જ નથી થતી.

મહિલાની પોલીસે કરી લીધી ધરપકડ:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 25 ડિસેમ્બરના રોજની આ ઘટના ટામ્પાના અટલાન્ટા જતી ડેલ્ટા ફ્લાઈટનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં દેખાતી મહિલાનું નામ પેટ્રીસિયા કોર્નવાલ હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં ફ્લાઈટમાં પેટ્રીસિયા બાથરૂમમાંથી તેની સીટ પર બેસવા માટે જઈ રહી હોય છે. ત્યારે જ આ મહિલાએ એક વૃદ્ધને માસ્ક વગર જોયા અને તે ગુસ્સે થઈ ગઈ હતી. આ ઘટના પછી મહિલા સામે પોલીસે કાર્યવાહી શરૂ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *