થર્ટીફર્સ્ટની રાત્રે યુવકની ધરપકડ થતા પીધેલા દીકરાને છોડાવવા માટે ભાજપના કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

ગુજરાત(Gujarat): રાજ્યમાં વડોદરા(Vadodara) પોલીસે થર્ટીફર્સ્ટ(Thirtyfirst)ની નાઈટે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોડી રાત્રે વોર્ડ નં.14નાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં સિટી પોલીસ તેને સ્ટેશનમાં લઈ ગઈ હતી. આ અંગેની જાણ ભાજપ કોર્પોરેટર(BJP corporator) માતાને થતાં તેમણે દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન આખું માથે લીધું હતું. ભારે હોબાળો મચાવતાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વિવાદનો કોકડો ઘેરાયો હતો. માત્ર એટલું જ નહીં, પણ એક પોલીસકર્મચારીનું જેકેટ પણ હાથાપાઈમાં ફાટી ગયું હતું.

થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાને લઈને પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં, ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા પર બેરિકેડ્સ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટીફર્સ્ટની ઉજવણી પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં ગઈકાલે મોડી રાત્રીના રોજ ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગેની જાણ ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીને થતાં તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીએ મારા દીકરાને માર્યો છે, તેવું કહીને હાજર રહેલા પોલીસકર્મચારીઓનો ઊધડો લીધો હતો. એ સમયે કુણાલ ચોકસીને કસ્ટડીમાં લઇ જતાં તેનો હાથ પકડતાં જેલમબેન ફરી રોષે ભરાયા હતા. હાથ પકડતા નહીં એમ કહી ભારે હોબાળો મચાવ્યો હતો. તેની સામે પોલીસના કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે દાદાગીરી કરો છો તે જરા પણ યોગ્ય નથી. તમે કોર્પોરેટર છો, એટલે શું થઈ ગયું એમ કહેતાં બંને વચ્ચે ઉગ્ર ઉગ્ર બોલાચાલી થતા વિવાદનો કોકડો ઘેરાયો હતો.

પોલીસ પર નેતાઓ કરી રહ્યા છે દબાણ:
દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસી સામે આખરે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં, તેને છોડાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક અગ્રણીઓએ પણ દબાણ કર્યું હોવાનું મળતી માહિતી અનુસાર સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *