કામ કરતી વખતે ઊંઘવું કર્મચારીને મોંઘુ પડી ગયું… આખેઆખા ગોડાઉનની પથારી ફરી ગઈ- જુઓ વિડીયો

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજબરોજ અનેક વિડિયો વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને કામ કરતી વખતે ઊંઘ…

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજબરોજ અનેક વિડિયો વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને કામ કરતી વખતે ઊંઘ લેવી મોંઘી પડી ગઈ હતી. ઊંઘમાં ને ઊંઘમાં એટલે મોટી ઘટના સર્જાઇ હતી કે, વીડિયો જોઈને તમારી પણ આંખો પહોળી ને પહોળી રહી જશે.

વાયરલ થયેલા વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ, સમાન હેરફેર કરવાની કાર ચલાવી રહ્યો છે. તે દરમિયાન જ અચાનક આ કર્મચારી ઊંઘી જાય છે અને કાર બે કાબુ થઈને સામે રહેલા પાટેશન પર જઈને અથડાય છે. અને ધડાધડ બધી વસ્તુઓ નીચે પાડવા લાગે છે. ગણતરીની સેકન્ડોમાં આજુબાજુના દરેક કબાટો પરથી ધડામ દઈને બધી વસ્તુઓ નીચે પડે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે. વીડિયો જોઈને લોકો અનેક પ્રકારની કોમેન્ટો પણ કરી રહ્યા છે. કોઈએ કહ્યું ‘ઊંઘ લેવી મોંઘી પડી ગઈ’ તો અન્ય એ કહ્યું ‘કામ કરતી વખતે સૂવું યુવકને અને તેના બોસને મોંઘુ પડી ગયું. તો અન્ય કોઈ વ્યક્તિએ કહ્યું, ‘ગોડાઉનની તો પથારી ફરી ગઈ…’ હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયો છે. વિડીયો ક્યાંનો છે તેની હજુ કોઈ જાણ થઈ નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *