આગામી 24 કલાક ગુજરાતીઓ માટે અતિભારે- આ વિસ્તારમાં ખાબકશે ધોધમાર વરસાદ, એલર્ટ જાહેર

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદ(heavy rain) ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર:
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધું છે. જે જિલ્લાઓમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણની સંભાવનાઓ રહેલી છે.

આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.

લો પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે વરસાદનું જોર વધશે:
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ ખાબકશે. જો કે તેમ છતાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પ્રસાશન દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ હોવાના કારણે વરસાદનું જોર વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *