અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે- ડીટીસીએ રફ હીરાના ભાવ 2 થી 3% સુધી ઘટાડ્યા

Surat Diamond Industry: ડાયમંડ સીટી તરીકે ખ્યાતી પામેલું સુરતમાં છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર મંદીનો માહોલ સર્જાયો છે. હીરામાં આવેલી ડીટીસીની રફના ભાવમાં 2 થી 3 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેડિંગ કંપનીઓ આ રફની (Surat Diamond Industry) હરાજી કરતી હતી. અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં મંદી હોવાથી માર્કેટને સ્ટેબલ કરવા માટે ફના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કોરોના કાળમાં જયારે બધા ઉદ્યોગ ધંધા બંધ હતા ત્યારે માત્ર ડાયમંડ ઈન્ડસ્ટ્રી પુરપાટ ઝડપે દોડી રહી હતી. પરંતુ યુક્રેન-રશિયા અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ પછી વિશ્વમાં હીરાની માંગમાં ઘટાડો થયો હતો. ડીટીસીએ 2 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન બીજી સાઇટ, 2થી 5 એપ્રિલ ત્રીજી અને 6 મેથી 10 મે સુધી આ વર્ષની ચોથી સાઈટ બહાર પાડી છે.

દોઢ મહિના પહેલાં જ ડીબીયર્સે રફની સાઈટ યોજી હતી, જેમાં રફના ભાવ સ્થિર રહ્યા હતા. જો કે, હાલની પરિસ્થિતિને જોઇને માર્કેટ સ્થિર કરવા માટે ભાવમાં 2થી 3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાઈટમાં ભાગ લેનારા વેપારીઓના મતે માર્કેટ સ્ટેબલ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

ગયા મહિને ભાવ સ્થિર રહ્યા હતા
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું છે કે, ગયા મહિને યોજાયેલી ડીટીસીની રફની હરાજીમાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા હતા, પરંતુ આ વખતની હરાજીમાં ઓલઓવર રફના ભાવોમાં 2થી 3 ટકા સુઘીનો ઘટાડો કરવામાં આવ્યો છે. માર્કેટને સ્થિર રાખવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.