સુરતમાં પિક-અપ ટેમ્પોમાં 11 ગાયોને ભરી જતા ટેમ્પોનો ગૌરક્ષકોએ પીછો કરતા સર્જાયો અકસ્માત- બે કસાઇઓને પોલીસ હવાલે કરાયા

સુરત(Surat): શહેરમાં જહાંગીરપુરા(Jahangirpura) ઇસ્કોન સર્કલ પાસે 11 ગાયોને ખોચોખીચ ભરી જતા ટેમ્પોનો ગૌરક્ષકો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. જેથી ટેમ્પો અકસ્માત(Accident) બાદ પલટી ખાય ગયો હતો જેને લીધે એક ગાયને ફ્રેક્ચર અને અન્ય 10 જેટલી ગાયને નાની મોટી ઇજા થઇ હતી. ગૌરક્ષકોએ જણાવતા કહ્યું હતું કે, હાંસોટથી નાનકડા ટેમ્પોમાં 11 ગાયઓને ખોચોખીચ ભરી ભાઠેના કતલખાને લઈ જવામાં આવી રહી હતી.

10 જેટલી ગાયને લઇ જઈ રહેલો ટેમ્પો જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ સાથે અથડાયો:
ગૌરક્ષક વિનોદ જૈનએ જણાવતા કહ્યું હતું કે, ઘટના લગભગ વહેલી સવારે 4:30થી 5 વાગ્યા આજુ બાજુ બની હતી. ગૌરક્ષકો બાતમીના આધારે આ ટેમ્પાનું ધ્યાન રાખીને જ બેઠા હતા. પિક-અપ ટેમ્પોમાં ખીચોખીચ ગાયને લઈને નીકળેલા ટેમ્પાનો પીછો કરવામાં આવ્યો હતો જેને લીધે ચાલક ડરના મારે ભાગવા જતા ટેમ્પો જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ સાથે જોરદાર રીતે અથડાઈ ગયો હતો.

વહેલી સવારે થયેલા આ ગંભીર અકસ્માતમાં એક ગાયને ફ્રેક્ચર અને અન્ય ગાયો ઘાયલ થઇ હતી. ઘટનાની જાણ પછી મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઝડપાયેલા ટેમ્પો ચાલક સહિત બન્નેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા.

ગાયને કતલખાનામાં લઇ જવામાં આવતી હતી:
વધુમાં જણાવતા કહ્યું હતું કે, જહાંગીપુર પોલીસ સ્ટેશનને લઈ જવાયેલા બન્ને વ્યક્તિઓની પૂછપરછમાં ગાયને હાંસોટથી ભાઠેના લઈ જ જવાતી હોવાનું સામે આવ્યું હતું. હાલ તમામ ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવી છે. આ ઘટના અંગેની જાણ બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં રજૂઆત કરવામાં આવી હતી. જહાંગીરપુરા પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *