‘પઢેગા ભારત’ પ્રોજેકટ અંતર્ગત AM/NS ઈન્ડિયાએ વિકસાવી સ્માર્ટ આંગણવાડી

હજીરા-સુરત(Hazira-Surat): આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હજીરા ગામમાં આધુનિક શૈક્ષણિક સાધનો અને અભ્યાસ માટે પૂરક વાતાવરણ પૂરૂ પાડે તેવી સ્માર્ટ આંગણવાડી વિકસાવી છે. ‘પઢેગા ભારત પ્રોજેકટ’ હેઠળ ફરીથી વિકસાવાયેલી આ આંગણવાડીએ ગુજરાત સરકાર અને AM/NS ઈન્ડિયાનો સંયુક્ત પ્રોજેકટ છે, જેનુ સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.

આ સ્માર્ટ આંગણવડી એ ગ્રામ વિસ્તારોમાં સરકાર તરફથી ચલાવાતી સામાન્ય બાળવિકાસ કેન્દ્રો કરતાં જુદી છે. એમાં નાનાં બાળકો માટે સ્માર્ટ ટચ પેનલ સાથે રસપ્રદ શિક્ષણ સામગ્રી પૂરી પાડવામાં આવી છે. તે ઉજળા રંગોથી રંગેલી દિવાલો, કાર્ટુન કેરેકટર્સ, પક્ષી અને પ્રાણીઓને સારી રીતે દર્શાવે છે. આંગણવાડીમાં ભોજનની તંદુરસ્ત ટેવો અને હાથ ધોવાની યોગ્ય પધ્ધતિ દર્શાવતા ચાર્ટ્સ પણ મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો, 1 થી 100ના આંક, મહિનાઓના નામ, ગુજરાતી ગીતો પણ દર્શાવતા ચાર્ટ્સ મુકવામાં આવ્યા છે. આ કેન્દ્ર વિવિધ રમકડાં અને પઝલ બુક્સથી સજજ છે તેમજ વૉટર પ્યુરીફાયર, નવો ટોયલેટ બ્લોક અને એપગ્રેડેડ કીચન પણ મુકવામાં આવ્યુ છે.

આ આંગણવાડીનુ ઉદ્ઘાટન AM/NS ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટ્ટુ, એજ્યુકેશન ઈન્સપેકટર હિમાંશુ બારોટ અને ચોર્યાસી તાલુકા વિકાસ અધિકારી જૈમિનીબેન પટેલે કર્યુ હતું.

AM/NS ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટ્ટુ જણાવે છે કે, “અમે સ્થાનિક સમુદાયના હિતમાં હજીરામાં સ્માર્ટ આંગણવાડી રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. AM/NS ઈન્ડિયાના મહત્વના ફોકસ એરીયામાં શિક્ષણ અને બાળવિકાસનો સમાવેશ થાય છે.

અમે આંગણવાડી અને સરકારના સઘન સંપર્કમાં રહીને કામ કરીએ છીએ અને એમની જરૂર મુજબ આયોજન કરીએ છીએ. આ પ્રકારની નવી વ્યવસ્થાઓથી નાના બાળકોની શિક્ષણની જરૂરિયાત સંતોષાશે સાથે સાથે આ વિસ્તારમાં આરોગ્ય અને પોષણની જરૂરિયાતો પણ પાર પડશે. ”

આ પ્રસંગે AM/NS ઈન્ડિયાએ તમામ બાળકોને એજ્યુકેશનલ કીટસનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે હાજર રહેલા મહાનુભવોમાં ચોર્યાસીના સીડીપીઓ જાસ્મીનબેન, હજીરાના સરપંચ મધુભાઈ પટેલ, નાયબ સરપંચ રોહિત પટેલ, ચોર્યાસી તાલુકા પંચાયત સભ્ય સતિષ પટેલ, AM/NS ઈન્ડિયા કલસ્ટર એચઆર હેડ- લક્ષ્મણ અય્યર, AM/NS ઈન્ડિયાના લીડ સીએસઆર કિરણસીંહ સિંધા, સ્થાનિક ગામવાસીઓ તથા AM/NS ઈન્ડિયાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *