ગુજરાતના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોનની ખરીદી (Smart Phone Subcidy Gujarat) પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડૂત પોર્ટલ (I Khedut Portal) તારીખ ૧૫/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ખેડૂતો માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે.
ikhedut portal પર કરવાની રહેશે અરજી
વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયું છે. જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડૂતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે (Smart Phone Subcidy) ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજૂરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે.
વધુમાં ખેતીવાડીની અન્ય સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (i khedut portal) ખોલવામાં આવશે, જેની નોંધ લેવા સૌ ખેડૂતોને સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ ગુજરાત ભરના ખેડૂત ખાતેદારો લઇ શકશે.
ક્યાં કરશો અરજી?
અરજી કરવા અહિયાં કલીક કરો: સ્માર્ટફોન ની ખરીદી પર સહાય https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_AGR_SchemeApplicaiton.aspx
યોજનાનું નામ | Gujarat Farmer Smartphone Scheme |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય આ બન્નેમાંથી જે ઓછું હોય તે |
લાભાર્થી | રાજ્યના ખેડૂતો |
સહાય | રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય. |
સ્માર્ટફોન ની ખરીદી (Smart Phone Subcidy) પર સહાય મેળવવાના નિયમો
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
● ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
● દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
● અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજનામાં કયા ડોક્યુમેન્ટ જોઇશે?
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ જેમાં મોબાઈલનો IMEI નંબર દર્શાવતું હોય
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- 8-અ ની નકલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.