સ્મૃતિ ઇરાની દ્વારા રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલ બૂથ કેપ્ચરિંગનો આરોપ ખોટો સાબિત થયો

સ્મૃતિ ઇરાની દ્વારા અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે ચૂંટણી પંચે ખોટો જાહેર કર્યો છે. સ્મૃતિ ઈરાની પાંચમા ચરણ ની…

સ્મૃતિ ઇરાની દ્વારા અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે ચૂંટણી પંચે ખોટો જાહેર કર્યો છે. સ્મૃતિ ઈરાની પાંચમા ચરણ ની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ફરીથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોંગ્રેસ જબરદસ્તી લોકો પાસે મત કરાવી રહી છે. હવે ચૂંટણી પંચે કહ્યું કે સ્મૃતિ ઈરાનીએ જે વીડિયો શેર કર્યો તે આધારહીન અને ખોટો છે.

શું હતો આરોપ?

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી પર સીધો બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા કહી રહી હતી કે તેને કમળ પર વોટ કરવો હતો પરંતુ તેની આંગળી જબરદસ્તીથી કોંગ્રેસના પંજા પર મૂકવામાં આવી. આ વીડિયોના આધારે સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો.

આ ટ્વીટમાં સ્મૃતિ ઈરાની ચૂંટણીપંચનાં ગાંધી પર એક્શન લેવા પણ કહ્યું હતું. ચૂંટણી પંચે આ વીડિયો પર એક્શન લેતા આ વીડિયો આધારહીન અને ખોટો જાહેર કર્યો.

યુપીના ચીફ ઇલેક્શન ઓફિસર વેંકટેશ્વર એ કહ્યું

આ ફરિયાદની તપાસ કરવા માટે સેક્ટર ઓફિસર અને સિનિયર અધિકારી તે બૂથ પર મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે રાજનીતિક પાર્ટીઓના પોલિંગ એજન્ટ સાથે વાત કરી. પોલીંગ બુથ પરના પણ બધા જ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે અને વીડિયો પણ ખોટો છે.

સ્મૃતિ પર વધુ એક ખોટો વિડિયો ફેલાવવાનો આરોપ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર હજી ખોટો વિડીયો ફેલાવવાનો આરોપ લાગ્યો છે. સ્મૃતિ ઇરાની અમેઠીના એક હોસ્પિટલમાં દર્દી ની મોતને લઈને વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તે પોતાના સંબંધોને લઇને અમેઠીના સંજય ગાંધી હોસ્પિટલે પહોંચ્યો, ત્યાં તેને સારવાર ન મળી. તેને કહેવામાં આવ્યું કે,”આ યોગી મોદીની હોસ્પિટલ નથી. અહીંયા આયુષ્માન કાર્ડ નહીં ચાલે.” પરંતુ હવે આ વીડિયો અને પણ ખોટો સાબિત કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પણ કોઈપણ જાતનું પ્રૂફ ન હતું અને વિડીયો આધારહીન હતો. રિપોર્ટ્સ અનુસાર દર્દીને આયુષ્માન કાર્ડ ન હોવા છતાં પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો, અને તેના એક દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *