આજકાલ લોકો ખુબ જ સરળતાથી ચોરી કરી લેતા હોય છે. અમુક વખત તો ચોરને પકડવામાં પોલસ પણ હાંફી જતી હોય છે. આવા શાતીર ચોરો થોડા સમયમાં જ મોટા-મોટા મુદામાલની ચોરી કરી લેતા હોય છે. અને આવા લોકો ચોરી કર્યા પછી દેશ છોડીને એરપોર્ટ પરથી ભાગી જતા હોય છે. પરંતુ આવા લોકોને પોલીસ ગણતરીની મીનીટોમાં પકડી પડતા હોય છે.
હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વ્યક્તિ સરળતાથી સાબુમાં સોનું સંતાડીને લઈ જઈ રહ્યો હતો. આજ કાલ લોકો ખુબ જ સરળતાથી ચોરી કરી લેતા હોય છે. જોકે, આવા લોકો કાનુંનથી લાંબા સમય સુધી ભાગી શકતા નથી. થોડા સમય પહેલા જ આવી એક ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશમાં બે વ્યક્તિ દારૂની 101 બોટલો બોડી સાથે ચોટાડીને નીકળતા પોલીસને આ બંને ઉપર શંકા જતા પોલીસે આ બંનેની ધરપકડ કરી લીધી હતી.
Soaps worth Rs 38 lakh. #luxgold seized at #Trichy airport pic.twitter.com/VJoMWiiscF
— Faizan Haidar ET (@FaiHaider) September 3, 2020
ત્યારે આવી જ બીજી વધુ એક ઘટના સામે આવી છે. ટ્વિટર યુઝરએ આવી જ એક ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 38 લાખનો સાબુ તિરૂચિરાપલ્લી એરપોર્ટ ઉપર કબ્જે કરવામાં આવ્યો છે. હાલમાં જ એક ટ્વિટર યુઝરએ વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તસ્કોરોએ સફાઈની સાથે એક પ્રખ્યાત બ્રાંડના સાબુમાં સોનાને ફીટ કરવામાં આવ્યું. પરંતુ એરપોર્ટ ઉપર સુરક્ષાકર્મીઓએ તસ્કરને પકડી લીધો.
સુરક્ષાકર્મીઓએ જ્યારે આ સાબુને ચેક કર્યો ત્યારે તેમાંથી 38 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું. હવે આ વીડિયો સોશયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ કોંમેન્ટ પણ કરી હતી છે. કોંમેન્ટ કરતા કેટલાક લોકોએ લખ્યું છે કે, સાબુ કંપનીની તે જાહેરાત સાચી થઈ ગઈ, જેમાં સાબુમાં ગોલ્ડ ક્વોઈન નિકળવાની વાત કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews