સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીની ઘટનામાં સતત સામે આવી રહી છે. આ દરમિયાન, સુરતમાં વાહન ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે વાહન ચોરી માટે લોકો હથિયારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, અહી ચોરો ટેમ્પામાં મુકીને ત્રણ બાઈક ચોરીને લઈ ગયા હતા. એક તરફ સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાત્રી કર્ફ્યૂ અમલમાં છે. પરંતુ, ચોરો માટે રાત્રી કર્ફ્યૂ ન હોય તેમ લાગી રહ્યુ છે. આ દરમિયાન ડુમસ ખાતે રાત્રી કર્ફ્યૂમાં ટેમ્પામાં આવેલા ચોરો ત્રણ બાઈક ઉઠાવી ગયા હતા. હાલ, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
View this post on Instagram
મોડી રાત્રે બનેલી આ ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરતનાં ડુમસ વિસ્તારમાં વાહન ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે કોઈ સાધન વડે બાઈક કે કારનું લોક તોડીને વાહનો ચોરી થવાની ઘટનાઓ તો અનેકવાર જોઈ કે સાંભળી હશે. પરંતુ, ડુમસ વિસ્તારમાં બનેલો બાઈક ચોરીની ઘટનામાં ટેમ્પામાં ત્રણ બાઈક મૂકી ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડુમસ પોલીસ દ્વારા ચોરીની ઓળખ થયા બાદ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. એક અવાઠવાડિયા પહેલા બનેલી બાઇક ચોરીમાં પોલીસની ઢીલી તપાસને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. તો આ અંગે ડુમસ મોટા બજાર દરી ફળિયામાં રહેતા સુફિયાન સમીરભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે, તેઓ ધોરણ-10માં અભ્યાસ કરે છે.
તેણે જણાવ્યું કે, તારીખ 27મીએ સાંજે તે પોતાની બાઈક પર ફરવા ગયો હતો. ત્યારબાદ રાત્રીના સમયે એ બાઈક ઘર આંગણામાં પાર્ક કરી ઊંઘી ગયો હતો. બીજા દિવસે સવારે ઘર આંગણામાં મુકેલી બાઈક ન દેખાતા આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ, ક્યાંય બાઈક મળી આવી નહોતી. સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બે ઇસમો તેની બાઈકને ધક્કો મારી લઈ જતા જોવા મળ્યા હતા. તેમણે આગળ જઈ ટેમ્પા નજીક ઊભેલા અન્ય એક યુવકની મદદથી બાઈક ટેમ્પોમાં મૂકી હતી.
આગળ જતા આ ટેમ્પો ડીપીએસ સ્કૂલ પાસેથી પસાર થતાં સીસીટીવી કેમેરામાં દેખાય છે. આ મામલે સુફિયાને ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાત્રી કરફ્યૂના નામ પર પ્રજાને રંજાડતી પોલીસને ટેમ્પોમાં બાઈક ચોરી જનારા તસ્કરો કેમ દેખાયા નહી? તે મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને આ ઘટનામાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.