સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધતા જાય છે. હત્યા(Murder), ચોરી(Theft), લુંટ(Robbery), દુષ્કર્મ વગેરેના આંકડાઓ ખુબ જ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરતમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે અહીં તસ્કરોએ ચારથી પાંચ દુકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વારંવાર થતી ચોરીને કારણે અહી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમરોલીના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. અહીં, મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોએ ચારથી પાંચ દુકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો છે. આ ચોરીના CCTV સામે આવ્યા છે. જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે, બે ચોરો બિંદાસ ચોરી કરી રહ્યા છે. તસ્કરોએ રોકડ રકમની ચોરી કર્યા બાદ ડ્રાયફ્રુટ તેમજ ચોકલેટની પણ ચોરી કરી છે.
આ એક વાર નહિ, પરંતુ આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મરોલી પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.