મુખ્યમંત્રી રૂપાણીના કેમેરામેનના ઘરમાં ઘુસ્યા ચોર, એવીએવી વસ્તુઓ ચોરી ગયા કે જાણીને ચોંકી ઉઠશો

રાજ્યમાંથી અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.હવે CM રુપાણીનાં કૅમેરામૅનનું ઘર પણ સલામત નથી રહ્યું. મુખ્યમંત્રી આવાસ તથા સ્વર્ણિમ સંકુલમાં થતા કાર્યક્રમોમાં વીડિયોગ્રાફી કરતાં માહિતી ખાતાનાં કૅમેરામૅન ફક્ત એક રાત માટે અમદાવાદ ગયા હતાં ત્યારે આ તકનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ એમના કુલ 5 લાખનાં કૅમેરા સહિત કુલ 5.88 લાખની ચોરી કરી ગયા હતાં.

પોલીસની પાસેથી મળેલ જાણકારી મુજબ સેક્ટર-29 બ્લોક નંબર-96/1 ટાઇપ સ્થિત રહેતાં પરવેઝ કરીમભાઈ લાખવા (ઉમર 42 વર્ષ) માહિતી ખાતામાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓ માર્ચ-2019થી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીડિયોગ્રાફીની ફરજ બજાવી રહ્યાં છે. આની માટે એમને વિભાગ તરફથી વીડિયો કૅમેરા આપવામાં આવ્યો હતો.

શનિ-રવિની કુલ 2 દિવસની રજા હોવાંથી પરવેઝભાઈ શાહઆલમ રહેતાં સસરાનાં નિવાસ્થાને ગયા હતા. રવિવારની મોડી રાત્રે 10.45 વાગ્યે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરનાં દરવાજાનો નકૂચો તૂટેલ સ્તિથીમાં હતો. એમણે અંદર જઈને તપાસ કરતાં કૅમેરા, એની સાથેનો સામાન, સોના-ચાંદીના દાગીના, લેપટોપ સહિત કુલ 5.88 લાખની ચોરી થઈ હતી.

કેમેરા સહિત કઈ-કઈ વસ્તુઓની ચોરી થઈ :
SONI PWX Z280 મોડલનો વીડિયો કૅમેરા, કુલ 3 નંગ બેટરી, 128 GBનાં કુલ 2 મેમરી કાર્ડએડોપ્ટર, કાર્ડ રીડર, બેટરી ચાર્જર, મેમરી કાર્ડ, કુલ 5 લાખની કૅમેરા બેગ, કુલ 60,000નું સોનાનું ડોકિયું, કુલ 20,000ની સોનાની ચેન, HPનું જુનું લેપટોપ (કુલ 3,000 કિમત), રોકડ રકમ કુલ 5,000.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *