મંદિરમાં બેઠાબેઠા પીતા હતા દારૂ, પોલીસને જાણ થતા એવાએવા ખેલ થયા કે…

ધાર્મિક સ્થળે દારૂ પીનારની ઘટના સામે આવી રહી છે, અને પોલીસને જાણ થતા આ લોકો ભાગી જતા હતા, પરંતુ એક દિવસે લાગમાં આવતા ખરાખરીના ખેલ…

ધાર્મિક સ્થળે દારૂ પીનારની ઘટના સામે આવી રહી છે, અને પોલીસને જાણ થતા આ લોકો ભાગી જતા હતા, પરંતુ એક દિવસે લાગમાં આવતા ખરાખરીના ખેલ થયા હતા… આસામના નાગાંવ જિલ્લામાં એક યુવક પોલીસથી બચવા તેના ચાર મિત્રો સાથે નદીમાં કૂદી ગયો હતો. અને પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ સોમવારે આસામ જિલ્લાના કામપુર વિસ્તારમાં નિશારી નદીમાંથી મળી આવ્યો હતો.

મૃતકની ઓળખ ખેમપુર પોલીસ સ્ટેશન હેઠળના ટેટલીસરા ગામના રહેવાસી દેવાશીષદાસ તરીકે થઈ છે. તે 12 સપ્ટેમ્બરના રોજ ગુમ થયો હતો. રિપોર્ટ અનુસાર, 12 સપ્ટેમ્બરે પોલીસની એક ટીમ દેવાશિષ અને અન્ય ચાર લોકોનો પીછો કરી રહી હતી. દેવાશીષ અને તેના મિત્રો કથિત રૂપે એક મંદિરની અંદર નશો કરી રહ્યા હતા, આથી જ પોલીસ તેમની પાછળ પડી હતી.

પોલીસ ટીમે યુવકનો પીછો કર્યો ત્યારે તેઓ પોલીસથી બચવા માટે નિશારી નદીમાં કૂદી ગયા હતા. ચાર યુવકો નદીની બીજી તરફ પહોંચવામાં સફળ થયા હતા, પરંતુ દેવાશિષ ગુમ થયો હતો. સોમવારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.

તે દરમિયાન, સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા પ્રશાસન દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. સ્થાનિક રહેવાસી પબન હઝારિકાએ જણાવ્યું કે, યુવકો મંદિરની અંદર દેખાયા હતા અને પોલીસ ટીમે તેમને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. બીજી તરફ નૌગાંવ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *