વડોદરા(ગુજરાત): તસ્કરોએ મોડી રાત્રે વડોદરા શહેરના અલકાપુરી વિન્ડવડોદરામાં સર પ્લાઝા પાસે શિતલ એપાર્ટમેન્ટમાં આવેલા મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવી દુકાનમાંથી 6 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV વાઈરલ થયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ચોરોની શોધખોળ શરુ કરી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વચનામૃત રેસિડેન્સીમાં રહેતા વિનોદભાઇ ગાંધી સહિત ચાર ભાઇઓની સંયુક્ત માલિકીની અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે શિતલ એપાર્ટેમેન્ટમાં શોપ નં-1 અને 2માં મહાલક્ષ્મી નામનો મિની સુપર પ્રોવિઝન સ્ટોર છે. દુકાન સોમવારે મોડી રાત્રે બંધ કરીને બધા ઘરે ચાલ્યા ગયા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યો વ્યક્તિએ દુકાનના શટરનો નકૂચો ગેસ કટરથી કાપીને દુકાનમાં અંદર ગયા હતો અને દુકાનના ડ્રોઅરમાં પડેલા દિવસ દરમિયાનના વકરાની 6 લાખ રૂપિયાની ચોરી કરી ભાગી ગયો હતો. જોકે, ચોરી કરવા માટે ઘૂસેલો તસ્કર દુકાન સ્થિત CCTVમાં કેદ થઇ ગયા હતા.
આ બનાવ અંગે વિનોદભાઇ ગાંધીના જણાવ્યા અનુસાર, સવારે દુકાન પાસે આવેલા કોમ્પ્લેક્ષના સિક્યુરીટી ગાર્ડનો દુકાનના શટર તૂટેલુ હોવાનો ફોન આવ્યો હતો. ફોન આવતા જ મારો ભત્રીજો પિન્ટુ તેના નાના ભાઇને લઇ દુકાને ગયો હતો. જ્યાં તેને દુકાનનું શટર તૂટેલું જોતા તરત જ મને ફોન કર્યો હતો. હું પણ દુકાન ઉપર પહોંચ્યો હતો. તે સમયે સ્થળ પર આવી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુકાનમાં ચોરોએ તાળું તોડ્યું નથી. પરંતુ, ગેસ કટરથી શટરનો નકૂચો તોડીને અંદર ગયા હતા. દુકાનમાં એક જ વ્યક્તિ પ્રવેશ્યો છે અને તે દુકાન ગલ્લામાં મુકેલા રૂપિયા 6થી 7 લાખ રોકડની ચોરી કરી ભાગી ગયો છે. સયાજીગંજ પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે ચોરીના આ બનાવ અંગે તપાસ શરુ કરી છે.
નોંધનીય છે કે, રાત્રિ પેટ્રોલિંગના શહેર પોલીસ તંત્રના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. શહેરમાં રોજબરોજ વધી રહેલા ચોરીના બનાવોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા છે. રાત્રી દરમિયાન શહેરના મકરપુરા જીઆઇડીસીમાં સ્ટીલની દુકાનમાં તેમજ વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક ઘરને ચોરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.