મહારાષ્ટ્રમાં કંઈક એવી ઘટના બની કે તમામ આશ્ચર્યચકિત થઇ ગયા.
એક સરકારી પ્રાથમિક શાળામાં મીડ ડે મીલ દ્વારા વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલી ખીચડીમાંથી સાંપ નીકળ્યા બાદ હંગામો મચ્યો હતો.
અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. ગરગવાન જિલ્લા પરિષદ સ્કૂલના બાળકોને મિડ ડે મિલ પીરસવા દરમિયાન આ ઘટના સામે આવી. આ સ્કૂલમાં પહેલાથી પાંચમાં ધોરણ સુધી 80થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ સ્કૂલ નાદેડથી 50 કિ.મી દૂર આવેલી છે.
સ્કૂલના સ્ટાફે ખીચડી પીરસવાનું શરૂ કર્યું, તેઓ ખીચડીના મોટા પાત્રમાં સાપને જોઈને આશ્ચર્ય પામ્યા. ઘટનાની પુષ્ટિ, નાંદેડ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO) પ્રશાંત દિગરાસ્કરે કહ્યું કે સાંપ મળવાના સમાચાર મળ્યાં બાદ ભોજન સેવાને તાત્કાલિક બંધ કરાવવામાં આવી. જેનાથી અન્ય બાળકો ભૂખ્યા રહ્યાં. કેટલાક વિદ્યાર્થીઓ સાંપને જોઇને ભાગવા લાગ્યા, ટીચર્સ પણ જોઇને આશ્રયચકિત થઇ ગયા.
દિગરાસ્કરે આઇએએનએસે કહ્યું કે “અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે, ડી.ઇ.ઓ.ની એક ટુકડી તપાસ માટે ગામમાં પહોંચી છે અને રિપોર્ટ પ્રાપ્ત કર્યા બાદ, જરૂરી પગલાં લેવામાં આવશે,
તેમણે કહ્યું કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટિએ ખીચડી બનાવનારની જવાબદારી સ્થાનિક સમુહ અને સ્વંયસેવી સંસ્થાઓને આપી છે.