ઘરોમાં તો હંમેશાં સાપ જોવા મળે જ છે, પરંતુ વાહનોમાં પ્રવેશતા સાપ ભાગ્યે જ જોવા મળે છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાં આવેલ પુષ્કરમાં જોવા મળી હતી જ્યાં એક સ્કૂટીની અંદર એક સાપ ઘુસી ગયો હતો.
પુષ્કરમાં આવેલ ભગવાન દાસ ગુલાબદાસ આશ્રમમાં પાર્ક કરેલ સ્કૂટીની અંદર સાપ ઘુસી ગયો હતો અને તેને જોવા માટે લોકોની ભીડ પણ ત્યાં પહોંચી ગઈ હતી. આ આશ્રમમાં ગભરાટનું વાતાવરણ બન્યું હતું.
સાપ સ્કૂટીમાં પ્રવેશવાની બાતમી મળતાં જ સાપને પકડવા માટે જ્યારે સર્પીમિત્ર સ્થળ પર પહોંચ્યો ત્યારે તે પણ નિષ્ફળ ગયો કારણ કે સાપ નીચેથી સ્કૂટીના અંદરના ભાગોમાં ઘૂસી ગયો હતો.
સ્કૂટીમાંથી સાપને દૂર કરવા માટે સ્કૂટી નીચે પાડી દીધી હતી અને તેમાંથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો, કે સાપ આ રીતે બહાર આવ્યો ન હતો, તો પછી ટુ વ્હીલરનાં મિકેનિકને બોલાવાયો હતો. મિકેનિકે કાળજીપૂર્વક સ્કૂટીનાં ભાગોને ખોલવાનું શરૂ કર્યું હતું.
આ રીતે, લગભગ અઢી કલાકની મહેનત બાદ સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સાપને પકડીને જંગલમાં છોડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews