ભાગ્યે જ જોવા મળતી ઘટના રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. જો કે, આ ઘટનાથી લોકોમાં ભય પણ જોવા મળ્યો છે. બનાસકાંઠામાં દુષ્કાળના સંકેત આપતી ઘટના બની છે. બનાસકાંઠામાં એક સાપ અન્ય એક સાપને ગળી જવાની ઘટના સામે આવી છે.
એક માન્યતા મુજબ એક સરખો જીવ બીજા જીવને ગળે તો દુષ્કાળના સંકેત માનવામાં આવે છે. રાજ્યમાં હાલમાં એકપણ ટીપું ય વરસાદ પડ્યો નથી. સરકાર જલ્દીથી જ ગુજરાતને દુષ્કાળગ્રસ્ત રાજ્ય જાહેર કરે તેવુ સંકટ આવ્યું છે. આવા સમયમાં આ ઘટનાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે.
જંગલનો કાયદો ખુબ અજીબ છે. અહીં તમામ શક્તિશાળી પ્રાણી નબળા પ્રાણીને શિકાર બનાવતા હોય છે કે, જે મારતો નથી તેણે મરી જવાનું રહે છે. અહીં શક્તિશાળીનું રાજ છે. નબળાને કોઇ સ્થાન નથી. જ્યારે 2 તાકતવર જીવ અથડાય ત્યારે અજીબોગરીબ ઘટનાઓ પણ સર્જાતી હોય છે.
આવું જ કંઇક બનાસકાંઠામાં આવેલ ધનિયાણા ગામમાં કે, જ્યાં એક સાપ અન્ય સાપને આખોને આખો ગળી ગયો હતો. માન્યમાં ન આવે તેવી આ ઘટના જોઈને સ્થાનિકો પણ આંચકો ખાઇ ગયા છે. આ વિરલ ઘટના બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલ ધનિયાણા ગામમાં એક ખેડૂતના ખેતરમાં બની છે.
અહીં એક સાપે બીજા સાપને મોઢેથી ગળવાની શરૂઆત કરી હતી. ધીરે-ધીરે તે આખા સાપને ગળી ગયો હતો. આવી ઘટના કોઈકવાર જ બનતી હોય છે. સ્થાનિકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલમાં ખુબ વાયરલ થયો છે. લોકો આ ઘટનાને દુષ્કાળના સંકેત માને છે. એકસરખા જીવ બીજા સરખા જીવને ગળી જાય તો દુષ્કાળ પડશે તેવુ શસ્ત્રોમાં કહેવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.