સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોનાએ રફતાર પકડી છે.
દેશમાં ફરી એકવાર કોવિડ -19 રોગચાળાના કેસોમાં વધારો થયો છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 કેસમાં 12.2 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાના ત્રીજી લહેરના ભય વચ્ચે, કેસોમાં અચાનક થયેલા વધારાએ દરેકને ચિંતામાં મૂકી દીધા છે. સરકારી આંકડા મુજબ, ગુરુવારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 47,092 કેસ નોંધાયા છે, જ્યારે બુધવારે આ આંકડો 41,965 હતો. તેમજ દેશમાં 509 લોકોના મોત થયા છે, જ્યારે બુધવારે 460 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
હાલમાં, દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળ છે, જ્યાં ગુરુવારે 32,803 કેસ નોંધાયા છે અને 173 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ કેસોમાં 69.65 ટકા કેરળનો છે. આ સાથે, દેશમાં 3,89,583 સક્રિય કેસ છે. આ કોરોનાના કુલ કેસોના 1.19 ટકા છે. તે જ સમયે, દેશમાં રિકવરીનો દર પણ 97.48 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 35,181 લોકો કોરોનામાંથી સાજા થયા છે. જે બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,20,28,825 પર પહોંચી ગઈ છે.
છેલ્લા બે મહિના દરમિયાન, સાપ્તાહિક હકારાત્મકતા દર 3 ટકાથી ઓછો નોંધાયો છે. છેલ્લા 69 દિવસમાં આ દર 2.62 ટકા રહ્યો છે. જો કે, દૈનિક સકારાત્મકતા દર 2.80 ટકા નોંધાયો હતો. દેશમાં કોરોનાના કુલ કેસ 3,28,57,937 પર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુની કુલ સંખ્યા 4,39,529 પર પહોંચી ગઈ છે. આ સાથે, દેશમાં રસીકરણ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં, 81,09,244 ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે લોકોને અત્યાર સુધીમાં કુલ 66,30,37,334 ડોઝ આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.