વિનોદ પટેલ: Beaf in Ankleshwar:અંકલેશ્વરમાં ‘અંકલેશ્વર શહેર એ ડિવિઝન’ પોલીસે શંકાસ્પદ ગૌ માંસના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાગદીવાડમાંથી શંકાસ્પદ ગૌ માંસનો(Beaf in Ankleshwar) જથ્થો માહિતી આધારે ઝડપી પાડ્યો હતો તેમજ આ પકડાયેલ શંકાસ્પદ ગૌ માંસના જથ્થાને પૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ શરુ કરી હતી.
બાતમીના આધારે પાડ્યો દરોડો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે,જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાન સામે મકાનમાં ચિકન-મટન વેચવાની દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરે છે. ત્યારે તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં દરોડા દરમિયાન પોલીસને 38 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માંસનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તપાસ કરતા આ માસનો જથ્થો ડીપ ફ્રિજમાંથી મળી આવ્યો હતો.
શંકાસ્પદ ગૌ માંસ પરીક્ષણ માટે મોકલ્યું
પોલીસે ઝડપી પાડેલા શંકાસ્પદ ગૌ માંસ માંથી પરીક્ષણ અર્થે એફ.એસ.એલ માં સેમ્પલ મોકલી આપ્યા હતા. સ્થળ પર હાજર મળી આવેલ ચાંદની પાર્ક ખાતે રહેતા મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીની અટકાયત કરી હતી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને અંકલેશ્વર શહેરમાંથી ગૌમાંસ સાથે પકડાઇ રહેલાની સંખ્યા વધી છે.
ગૌ-માસનો જ્થ્થો પકડાતા હોબાળો
અગાઉ પણ આ વિસ્તારમાં ગૌ માંસના વેચાણ મુદ્દે પોલીસે દરોડા પાડ્યા હતા.ત્યારે ગૌ માંસના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરેલો જથ્થો ગૌ માંસનો છે. તેથી તેની ખરાઈ માટે આ જથ્થાને એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગૌ માંસના જથ્થાના કારણે ભારે હોબાળો મચ્યો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.તેમજ જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જોકે આ જથ્થો ગૌમાંસનો છે કે નહીં તેની સત્ય હકીકત એફ એસ એલ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App