સુરત(Surat): કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ના હાહાકાર વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ ધપી રહ્યું છે. જોવામાં આવે તો ગુજરાતમાં ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે પ્રસાશન દ્વારા સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સ(Social distance) અને માસ્ક માટે લોકોને દંડ કરવામાં આવી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતના સહારા દરવાજા(Sahara darawaja) વિસ્તારમાં આવેલ શાકભાજીની માર્કેટમાં લોકોની મસમોટી ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક વગર અને સામાજિક અંતર વિના જોવા મળી રહ્યા છે.
રાજ્યના જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરતમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. સહારા દરવાજા વિસ્તાર ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં લોકોની ખુબ જ ભારે ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યોને સુરત પાલિકા અને પોલીસને અત્યંત કડક થવાની જરૂર લાગી રહી છે.
જો આ પ્રકારે સુરતમાં લોકોની મોટી મોટી ભીડ જોવા મળશે તો આગામી સમયમાં કોરોનાનો વિસ્ફોટ થાય તો નવાઈ નહિ. લોકો કોરોનાના નિયમોને સરેઆમ તોડી રહ્યા છે જો આમ જ ચાલ્યું રહ્યું તો કોરોનાની ત્રીજી લહેર આવતા વાર નહિ લાગે. તેથી સુરતની જનતાને સાવચેત રહેવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.