સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક મહેશ સવાણી સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ૪ જાન્યુઆરીની મોડી રાત્રે થઈ પોલીસ ફરિયાદ થઇ છે. ૧૦ વર્ષ અગાઉ ગૌતમ પટેલ નામના ઇસમે મહેશભાઈ સવાણી પાસેથી ઉછીના ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી શરુ કરાતા ગૌતમ પટેલ નામના ઇસમે ફરિયાદ નોંધાવી છે. હજારો દીકરીઓના પાલક પિતા અને લોકચાહના ધરાવનાર પ્રતિષ્ઠિત મહેશભાઈ સવાણી ને બદનામ કરવા માટે ‘બિચારા’ બનીને ગૌતમ પટેલ એ ફરિયાદ નોંધાવી દીધી છે. ત્યારે મહેશભાઈ સવાણી ના સમર્થનમાં અનેક લોકો સોશિયલ મીડિયામાં પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયા અને વોટ્સેપ ગ્રુપમાં મહેશભાઈ સવાણીના સમર્થનમાં વિવિધ રીતે મેસેજ વાઈરલ થઇ રહ્યા છે. જેમાં ફરિયાદી ને નાણા પરત ણ કરવાની માનસિકતા વાળો ગણવામાં આવી રહ્યો છે અને મહેશભાઈ પાસેથી વધુ નાણા પડાવવાની ઈચ્છા રાખતો ગણાવવામાં આવ્યો છે. અને વિવિધ મેસેજ વાઈરલ થઇ રહ્યા છે.
પિતાવિહોણી દીકરીના પિતા બની કન્યાદાન કરી તેનો સંસાર સુખી બનાવનાર ભામશા મહેશભાઈ સવાણી ને મારુ પૂરું સમર્થન.
પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની સેવા માટે હમેશા તત્પર રહેતા ભામાશા મહેશભાઈ સવાણી ને બદનામ કરવાનું કાવતરું. હું મહેશભાઈ સવાણી સાથે છુ.
આ પણ વાંચો: સવાણી પરિવારનું દરિયા દિલ, વધુ 261 પિતાવિહોણી “લાડકડી” નું કર્યું કન્યાદાન…
સામાજિક કુરિવાજોને ઉખેડી સમાજને નવી રાહ ચીંધનાર સમાજઅગ્રણી મહેશભાઈને બદનામ કરવાનું કાવતરું. હું મહેશભાઈ સવાણી સાથે છુ.
મહેશભાઈ સવાણી ને બદનામ કરતા પહેલા એના વિશે એ પિતાવિહોની દીકરીને પૂછજો જેના મુખ પર સ્મિત અને સુખી સંસાર સમાજના ભામાશા મહેશભાઈ ના લીધે છે. હા હું મહેશભાઈ સવાણી સાથે છુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
ઉપરના તથ્યો સોશિયલ મીડિયા માં વાઈરલ થયેલી પોસ્ટમાંથી લેવાયેલ છે. જેની સાથે અમારી સંસ્થાને કોઈ સબંધ નથી.