સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક મજેદાર વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે સ્તબ્ધ થઇ જશો.
પ્રકૃતિને તમામ લોકો પ્રેમ કરે છે. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વિડિઓમાં તમને પ્રકૃતિના ઘણા સુંદર દ્રશ્યોની એક ઝલક મળશે. પોસ્ટ કરેલા આ વિડીઓમાં કાંચીડો પોતાનો રંગ ઘડીકને ઘડીક બદલતો જોવા મળી રહ્યો છે. તમે સાંભળ્યું હશે કે, જેવો રંગ હશે તેવો કાચિડાનો રંગ બદલાય છે. પરંતુ આટલું નજીકથી તમે કાંચીડો રંગ બદલાતા ભાગ્યે જ જોયો હશે.
Ever seen a #chameleon change its colours?
Watch beautifully shot video by #VikramPonappa of #Bengaluru, – chameleon change its colours seven times!
Please watch in full screen.@susantananda3 @ParveenKaswan @SudhaRamenIFS pic.twitter.com/JHY6fSBUCd
— Rupin Sharma IPS (@rupin1992) June 30, 2021
આ વિડિઓમાં કાચિડો એક વાર નહીં પરંતુ 7 થી 8 વખત તેનો રંગ બદલી ગયો છે. વિડિઓની શરૂઆતમાં આ કાચિડો ગુલાબી રંગમાં દેખાય છે. તેને જોઈને તે પોતાનો રંગ લીલો કરી દે છે. આ પછી તમે આ વિડિઓમાં કાચિડાને બ્લુ અને કેસરી જેવા ઘણા રંગો દેખાશે. વિડિઓને ચોક્કસ રીતે શૂટ કરવામાં આવી છે કે તે ડિસ્કવરી ચેનલનો વિડિઓ છે. રૂપીન શર્માએ પોતાની પોસ્ટ કરતા કહ્યું છે કે, તમામ યુઝર્સઓ આ વિડીઓને અંત સુધી જુઓ.
રૂપીન શર્માએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરેલો વીડિયો બેંગ્લોરના વિક્રમ પોનપ્પા દ્વારા શૂટ કરાયો છે. વિક્રમ એક જાણીતા આર્કિટેક્ટ અને ફોટોગ્રાફર છે. જયારે બીજી બાજુ રૂપીન શર્મા આઈપીએસ અધિકારી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે હંમેશાં તેના ટ્વિટર એકાઉન્ટ પર ફની વીડિયો પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેણે એક મહિલાનો વિડિઓ પોસ્ટ કર્યો. જેમાં તે રસીકરણથી ડરતી હતી. આ વિડિઓ પણ ખૂબ જ રમૂજી હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.