પિતાને છ કલાક પીઠ પર ઉપાડી વેક્સીન અપાવવા પહોચ્યો કળયુગનો શ્રવણ

કોરોના વાયરસ(Corona Virus)થી બચવા માટે આજે દેશભરમાં લગભગ લોકોએ વેક્સીન (Vaccine) લઇ લીધી છે. ઘણાં લોકોએ બંને ડોઝ લઇ લીધા છે તો ઘણાં લોકોએ હજુ એક જ ડોઝ લીધો હશે. આવી સ્થિતિમાં બ્રાઝીલ(brazil)નો શ્રવણ જેવો એક યુવક કે જે પોતાના 67 વર્ષીય પિતાને વેક્સીન મુકાવવા માટે પોતાની પીઠ પર બેસાડીને લઇ જઈ રહ્યો હતો.

વાયરલ થયેલી એક તસ્વીર જે ડૉ. એરિક જેનિંગ્સ સિમોસે ક્લિક કરી હતી તેમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે યુવક કે જેનું નામ તાવી હતું તે પોતાના પિતાને પીઠ પર લઈને જઈ રહ્યો હતો. જે જોવામાં અસમર્થ છે અને તે ચાલી શકતા નથી. તેમ છતાં યુવક પોતાના પિતાને વેક્સીન લગાવવા માટે લઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Erik Jennings (@erikjenningssimoes)

મળતી માહિતી મુજબ ,આ યુવક તાવી તેના પિતાને તેની પીઠ પર લઈને પોતાના ઘરેથી 6 કલાક ચાલ્યો અને ત્યારબાદ વેક્સીનેશન સેન્ટરથી ફરી 6 કલાક સુધી તેના પિતાને પીઠ પર લઈને ઘરે લઇ ગયો હતો. તાવી પોતાના પરિવાર સાથે બ્રાઝીલના અમેઝોનમાં રહે છે. આ તસ્વીર જોઇને ભારતના લોકો તેણે કળયુગનો શ્રાવણ કહે છે.

આ તસ્વીર ડૉ. એરિક જેનિંગ્સ સિમોસ દ્વારા જાન્યુઆરી 2021મા ખેચવામાં આવી હતી. અને તેણે  તે સમયે બ્રાઝીલમાં 1 જાન્યુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ત્યારે બ્રાઝીલમાં વેક્સીન આપવાની શરૂઆત થઇ હતી.વાયરલ થયેલી આ પોસ્ટ જોઇને લોકો આ યુવકની ખુબ જ તારીફ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Erik Jennings (@erikjenningssimoes)

અત્યારે ફરીથી દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હોવાથી આપણે પણ બહાર નીકળતી વખત માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું જોઈએ. એટલું જ નહિ પરંતુ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ. સાથોસાથ વેકસીનના બંને ડોઝ પણ લેવા ખુબ જ જરૂરી છે જેથી કોરોનાથી બચી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *