બોલિવૂડ(Bollywood) અભિનેત્રી સોનમ કપૂર(Sonam Kapoor) આ દિવસોમાં ગર્ભવતી(Pregnant) છે અને તે આ તબક્કાને ખૂબ જ ગ્લેમરસ રીતે માણી રહી છે. હવે ફરી એકવાર સોનમ કપૂરે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ઈન્ટરનેટ પર ચાહકો સાથે શેર કરવામાં આવી છે.
પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ સોનમ કપૂર પોતાના બેબી બમ્પના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ એપિસોડમાં, હવે ફરીથી સોનમે ઇન્સ્ટાગ્રામ પર વધુ સિઝલીંગ તસવીરો મુકી છે.
આ તસવીરોમાં સોનમ કપૂર બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ તેના પ્રેગ્નન્ટ પ્લસ સાઈઝ બોડી સાથે તેની પ્રેગ્નન્સી ગ્લોને ફ્લોન્ટ કરી હતી. સૌ કોઈ સોનમ કપૂરના આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી લગ્નના બે વર્ષ પછી ફેમિલી પ્લાનિંગ કરી રહી છે અને આ વિશે તેણે તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.
પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરતાં સોનમે તાજેતરમાં જણાવ્યું હતું કે ‘તેના પહેલા ત્રણ મહિના ખૂબ જ મુશ્કેલ હતા.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.