બોલિવૂડ એક્ટર સોનુ સૂદ(Sonu Sood)ની બહેન માલવિકા(Malvika) સૂદ કોંગ્રેસ(Congress) પાર્ટીમાં જોડાઈ ગઈ છે. તેઓ સોમવાર એટલે કે આજ રોજ પંજાબ(Punjab) કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu) અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)ની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે સિદ્ધુએ કહ્યું કે સોનુ સૂદે કોરોનાના સમયગાળા દરમિયાન માનવતા માટે અનોખું કામ કર્યું અને હવે તેના પરિવારનો એક સભ્ય અમારી સાથે જોડાઈ રહ્યો છે. ત્યારે જોતા તો એવું લાગી રહ્યું છે કે, સોનુ સૂદ પણ આગામી સમયમાં ચુંટણી દરમિયાન કોંગ્રેસને સાથ આપી શકે.
સિદ્ધુએ કહ્યું કે માલવિકા એક શિક્ષિત મહિલા છે અને પાર્ટીને આવા લોકોની જરૂર છે. આ પહેલા સિદ્ધુ મોગામાં સોનુ સૂદના ઘરે પહોંચીને અભિનેતા અને તેની બહેનને પણ મળ્યો હતો. સિદ્ધુએ માલવિકાના કોંગ્રેસમાં જોડાવાની વાતને ચૂંટણી પહેલા ‘ગેમ ચેન્જર’ ગણાવી છે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ કોઈના ઘરે જઈને પાર્ટીમાં જોડાય ત્યારે આવા પ્રસંગો ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ માલવિકા તેને લાયક છે. પંજાબની રાજનીતિમાં, ચન્ની મુખ્યમંત્રી બન્યા પછી, એવા ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુ સાથે મંચ શેર કર્યો હોય.
ટિકિટ અંગે પાર્ટી નક્કી કરશે:
માલવિકા સૂદ મોગા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે, પરંતુ જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીએમ ચન્નીએ કહ્યું કે પાર્ટી આ અંગે નિર્ણય લેશે. સિદ્ધુએ કહ્યું કે માલવિકાએ પોતાની એનજીઓ દ્વારા લોકોની ઘણી સેવા કરી છે અને તે કોંગ્રેસમાં જોડાય તે અમારા માટે ખુશીની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.