જાણો એવું તો શું થયું કે, સુરતના રત્નકલાકારે ગામડેથી આવ્યાના બીજા જ દિવસે કરી લોધો આપઘાત

ભારતમાંથી હજારો લોકો કોઈને કોઈ કારણોસર આપઘાત કરતા હોય છે ત્યારે સુરતના રત્નકલાકારના આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે. કોરોનાને કારણે કામ બરાબર ચાલતું ન હતું. એટલુ જ નહિ પરંતુ વાવાઝોડાને કારણે  પોતાના ગામમાં રહેલું મકાન અને ખેતરના પાકને નુકસાન થયું હતું. જેના કારણે માનસિક તાણમાં રહેતા યુવાને વતનથી આવીને બીજા જ દિવસે સુરતના મકાનમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેતા હોબાળો મચી ગયો છે.

કોરોના કાળમાં વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ જવાથી અનેક લોકો આપધાત કરી રહ્યા છે. ત્યારે મૂળ સોમનાથના ગીર ગઢડાના સમઢીયાળા ગામના વતની અને કાપોદ્રાની રચના સોસાયટીના રહેવાસી પ્રવીણભાઈ કોરાટ હીરાના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કોરોનામાં રત્નકલાકર નોકરી ન મળતા આર્થિક મુશ્કેલી પડતી હતી ત્યારે તે પોતા વતન ચાલ્યા ગયા હતા. તેઓ વતનથી સુરત હજુ શુક્રવારે જ પરત આવ્યા હતા અને શનિવારે સવારે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રવીણભાઈના ગામમાં પણ વાવાઝોડાની અસર થઈ હતી. જેના કારણે તેમના ખેતરમાં પાકને અને તેમના મકાનને નુકશાન થયું હતું. વાવાઝોડા બાદ તેઓ વતન ગયા હતા જ્યાં નુકસાન જોઈને તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. વાવાઝોડાને કારણે વતનમાં જઈને નુકસાન અને સુરતમાં કોરોનાના કારણે નોકરી નહીં મળતા પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલવું તેને લઈને માનસિક તાણમાં આ પગલું ભર્યૂં હોવાનું પરિવારનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *