સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી સાથે એવું કર્યું કે.., જાણીને તમે પણ શરમથી પાણી-પાણી થઈ જશો.

સુરત શહેરમાં રોજ રોજ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી સાથે એવું કામ કર્યુ છે જે જાણીને કોઈને પણ ધૃણા થશે. સુરતના ડિંડોલી વિસ્તારના ખરવાસા રોડ વિસ્તારમાં રહેતી યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા તેના સમાજના પાડોશી યુવક દ્વારા તેની સાથે લગ્ન નહી કરશે તો સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, આ ધમકી બાદ યુવકે યુવતી સાથે જે કામ કર્યુ તેના બદલ યુવતીએ આ અંગે યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં મહિલા અત્યાચાર મામલે રોજ રોજ ગુના નોંધાઈ રહ્યા છે ત્યારે વધુ એક મહિલાએ તેની સાથે થતા અત્યાચાર મામલે ફરિયાદ નોંધાવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ખરવાસા રોડ ઓમનગર મહેસાણનગર-૨માં રહેતા મૂળ મહેસાણાના ઉંઝાના મકતુપુર ગામના પલક કુમાર મહેન્દ્ર પટેલ વિરુધ એક યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ યુવાન તેમના વતનનો અને તેના જ ગામનો હોવાને લઇને છેલ્લા કેટલાક સમયથી આ યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. જોકે, આ યુવાનએ આ યુવતીને લગ્ન માટે ઘણી વાર કહ્યુ હતું પણ આ યુવાન યુવતીને ગમતો ન હોવાને લઈને યુવતીએ લગ્ન માટે ઘણી વાર ના પડી હોવા છતા આ યુવાન તારીખ 2 ફેબ્રુઆરીના બપોરના દોઢ વાગ્યાથી 4 ફેબ્રુઆરીના બપોરના સાડા ત્રણ વાગ્યા વચ્ચે યુવતીના ઘરે જઈને આ યુવતી પાસે ફરી એકવાર લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

જેને લઈને યુવતીએ ના પડતા આ યુવક દ્વારા તેની સાથે લગ્ન નહિ કરે તો સમાજમાં બદનામ કરીશ એવું કહી ઝઘડો કર્યો હતો. તેમજ લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જેને લઈને યુવતીએ પરિવારની મદદથી આ યુવક સામે એક તરફી પ્રેમમાં પાગલ થઈને તેને મારી નાખવાની ધમકી સાથે સમાજમા બાદનામ કરવાનું કહેતા યુવતીએ આ અંગે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે યુવતીનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ સાથે આરોપી યુવાને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *