મિત્રના ઘરે ગયેલા યુવકને મિત્રની પત્નીએ કહ્યું: મારા પતિ તો નથી પણ હું તો છું ચાલો રૂમમાં, અને પછી…

આપણે સૌ જાણીએ જ છીએ કે જયારે શંકાનો કીડો મગજમાં ઘૂસી જાય છે ત્યારે સબંધોનો નાસ થઇ જતો હોય છે. આવી જ એક ઘટના નડીયાદમાં બની હતી. શહેરમાં નવસાદમીયા નામના વ્યક્તિને તેની પત્નિના ચરીત્ર પર શંકા હતી. જેથી તેણે અબ્દુલ કાદર નામના વ્યક્તિને રાત્રીના સમયે પોતાની દુકાન પર બોલાવ્યો. બંને વચ્ચે શંકાના કીડાએ એવો તો ઝઘડો કરાવ્યો કે, અબુદલ કાદરે ગુસ્સામાં નવસાદને તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. ક્રૃરતા ભર્યા આ મર્ડર મીસ્ટ્રીનો કેસ નડિયાદ કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

નડિયાદ કોર્ટમાંથી જેલમાં જઇ રહેલ આ આરોપી છે. નડિયાદનના ગાજીપુરવાડામાં રહેતા અબ્દુલે 29 ઓગસ્ટ 2018ના રોજ પોતાના જ મીત્ર નવસાદની હત્યા કરી નાખી હતી. કારણ હતુ શંકાનો કીડો. નવસાદને અબ્દુલ પર શંકા હતી કે, અબ્દુલના તેની પત્ની સાથે ખરાબ સબંધ છે. પત્નિ સાથે અવાર નવાર આ બાબતે ઝઘડતા નવસાદે 29 ઓગસ્ટના રોજ નક્કી કરી લીધુ હતુ કે, તે અબ્દુલને આ બાબતે ઠપકો આપશે. જેથી તેણે અબ્દુલને પોતાની દુકાનો બોલાવ્યો હતો. નડીયાદના ખોડીયાર ગરનાળા પાસે નવસાદની દુકાન પર રાત્રીના 10 કલાકે બંને મળ્યા હતા.

જ્યા આડા સબંધોને લઇને બંને વચ્ચે ખુબ જ જગડો થયો હતો. અને ઝઘડો એટલો વધી ગયો હતો કે, અબ્દુલે દુકાનમાં પડેલ તિક્ષ્ણ હથીયાર લઇને નવસાદના શરીર પર 18 ઘા કરી નાખ્યા હતા. આ ઘટનામાં નવસાદનું આખુ શરીર લોહીથી લથબથ થઇ ગયું હતું. આ દરમિયાન ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થયુ હતું. સમગ્ર ઘટનાની જાણ નડીયાદ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી. જેઓએ ઘટનાનું નીરીક્ષણ કરી આરોપી અબ્દુલકાદરની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાનો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલતા જજ એલ.સી.પીરઝાદા દ્વારા આરોપી અબ્દુલ કાદરને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં સરકારી વકીલ ગોપાલ વી ઠાકુર દ્વારા 15 જેટલા સાહેદો તેમજ 33 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેનો અભ્યાસ કર્યા બાદ કોર્ટ દ્વારા આરોપીને કડક સજા સંભળાવવામાં આવી છે. નડિયયાદના બજારમાં 2018માં બનેલી ઘટનાના આ દ્રશ્ય આજે પણ લોકોના મગજમાં તાજા છે. આ દરમિયાન કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ આ સજા ગુનેગારો માટે દાખલારૂપ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *