RBIએ બદલ્યો નિયમ જાણો શું છે નવા નિયમો…! ભારતીય રિઝર્વ બેંકે હાઈ વેલ્યુ ચેક ક્લિયરિંગના નિયમોમાં બદલાવ કર્યો છે. ચેકની ચૂકવણીમાં ગ્રાહકોની સુરક્ષા વધારવા અને ચેક લીફના છેડછાડથી થતી ધોખાધડીને કમ કરવા માટે આરબીઆઈએ નવી સિસ્ટમ રજૂ કરી છે. પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ લાભાર્થીને ચેક સોંપતાં પહેલાં ખાતાધારક દ્વારા જાહેર કરવામાં આવેલ ચેકની માહિતી જેવી કે ચેક નંબર, ચેક ડેટ, Payee નામ, ખાતા નંબર, રમક વગેરેની સાથે સાથે ચેકની સામે અને રિવર્સ બાજુની ફોટોની સાથે શેર કરવો પડશે.
જ્યારે લાભાર્થી ચેકને ઈનકેશ કરવા માટે જમા કરાવશે તો બેંક પોઝિટિવ પે મારફતે પ્રદાન કરવામાં આવેલી ચેક ડિટેલ્સની તુલના કરશે. જો બંને માહિતી સરખી હશે તો જ ચેક ક્લિયર થશે.
આરબીઆઈએ 50 હજાર રૂપિયા કે તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરી છે. આરબીઆઈ આ મામલે જરૂરી દિશાનિર્દેશ જાહેર કરશે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી છ સભ્યોની મોનિટરી પોલિસી સમિતિએ વ્યાજદરોનો નિર્ણય પણ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP