લ્યો બોલો… 4 બાળકોની માતાને ચડ્યો પ્રેમનો બુખાર – બાળકોને નોધારા મૂકી પ્રેમી સાથે થઈ ફરાર

Love story in Rajasthan: કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ ગમે ત્યારે કોઈને પણ થઈ શકે છે. પરંતુ બિહારના ખગરિયા જિલ્લાથી આશિકીનો જે મામલો સામે આવ્યો છે(Love story in Rajasthan) તે ખૂબ જ ચોંકાવનારો છે. જ્યાં 4 બાળકોની માતાને 2 બાળકોના પિતા સાથે એટલો પ્રેમ થઈ ગયો કે, તે તેના પતિ અને બાળકોને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ.

હકીકતમાં, આ લવસ્ટોરીમાં પ્રેમની સાથે બદલાની ભાવના પણ છે. મામલો ખાગરિયા જિલ્લાનો છે. જ્યાં બે યુવકોએ એકબીજાની પત્ની સાથે લગ્ન કર્યા હતા. બિહારના ખગરિયા જિલ્લાના ચૌથમ બ્લોકના હરદિયા ગામના રહેવાસી નીરજના લગ્ન 2009માં પસરહા ગામની રૂબી દેવી સાથે થયા હતા. બંનેને ચાર સંતાનો પણ હતા, પરંતુ રૂબીદેવીનો પ્રેમસંબંધ ગામના મુકેશ સાથે ચાલતો હતો.

મુકેશ પણ પરિણીત હતો અને તેને બે બાળકો પણ હતા, પરંતુ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી. રૂબી અને મુકેશે આ કહેવતને અનુસરી અને બંને ભાગી ગયા. ત્યાર બાદ ફેબ્રુઆરી 2022માં લગ્ન કરી લીધા. આ દરમિયાન બંને તેમની બે પુત્રી અને એક પુત્ર સાથે ગામમાંથી ભાગી ગયા હતા.

પત્નીનું અપહરણ કરવા બદલ પતિએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR 
હરદિયા ગામના રહેવાસી નીરજને જ્યારે ખબર પડી કે, તેની પત્ની તેના પ્રેમી મુકેશ સાથે ભાગી ગઈ છે, નીરજે મુકેશ વિરુદ્ધ પસરાહા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો. નીરજે જણાવ્યું કે, ગામમાં ઘણી વખત પંચાયત પણ થઈ, પરંતુ મુકેશ રાજી ન થયો અને ભાગતો રહ્યો. આ મામલો એક વર્ષ સુધી ચાલ્યો. બદલો લેવા માટે નીરજ મુકેશની પત્ની સાથે ભાગી ગયો અને લગ્ન કરી લીધા. બંનેની પત્નીનું નામ રૂબી હતું.

મંદિરમાં કર્યા લગ્ન
આ ઘટનામાં એક રસપ્રદ વળાંક આવ્યો જ્યારે મુકેશના લગ્ન માનસી બ્લોકના આમની ગામમાં થયા. જ્યાં મુકેશ તેની પહેલી પત્નીને છોડીને નીરજની પત્ની સાથે રહેતો હતો. આ પછી નીરજે મુકેશ સામે બદલો લેવા માટે મુકેશની પત્ની રૂબીને ફોન કર્યો હતો. યોગાનુયોગ બંનેની પત્નીનું નામ રૂબી છે. નીરજ અને મુકેશની પત્ની રૂબી વચ્ચે એક અઠવાડિયા સુધી પ્રેમાળ વાતો થઈ, ત્યારબાદ બંનેએ સમાધાન કર્યું અને બંને 18 ફેબ્રુઆરી 2023ના રોજ ગામમાંથી ભાગી ગયા, ત્યારબાદ મંદિરમાં લગ્ન કરી લીધા.

ચર્ચાનો વિષય બન્યા લગ્ન 
નીરજ ટાટા કંપનીમાં કામ કરે છે, જ્યારે મુકેશ મજૂર તરીકે કામ કરે છે. આ લગ્નની વાત ગામડાથી લઈને શહેરમાં ફેલાઈ કે તરત જ દરેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને તૂટેલા પરિવારો ફરીથી અલગ રીતે સ્થાયી થયા છે. બંને ખુશીથી જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *