મંગળ પર મહિલા અવકાશયાત્રીઓ પુરુષોના શુક્રાણુ વિના બાળકને જન્મ આપી શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખૂબ ઓછા ગુરુત્વાકર્ષણમાં શુક્રાણુઓ પણ સલામત રહી શકે છે.
આ મંગળ પર વસાહતો બનાવવા માટે મદદ કરી શકે છે.સંશોધન અનુસાર, ઓછા ગુરુત્વાકર્ષણમાં સ્થિર શુક્રાણુ અત્યંત સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું.
એક રિસર્ચ માટે શુક્રાણુના નમૂનાઓ એક ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને આઠ સેકંડ માટે ખૂબ ઓછી ગુરુત્વાકર્ષણ મળી હતી. પ્રક્રિયામાં, 10 સ્વસ્થ દાતાઓના શુક્રાણુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિયેના માં યુરોપીયન સોસાયટી ઓફ હ્યુમન રિપ્રોડક્શન એન્ડ એમ્બ્રિયોલોજીની વાર્ષિક સભામાં આ જાણકારી સામે આવી છે. જેમાં બાર્સિલોના ના ડિક્સેસ વિમેન્સ હેલ્થ મૌન્ટસેરૈટ બૌડાએ મિટીંગમાં સંશોધન પેપર રજુ કર્યા હતા.
નવા સંશોધનોથી પણ તે સ્પષ્ટ છે કે ‘બધી મહિલા એસ્ટ્રોનોટની ટીમ’ મંગળ પર જઈ શકે છે અને બાળકોને ઉછેર કરી શકે છે. અભ્યાસોની અપેક્ષાઓ છે કે મંગળ પર એક દિવસ સ્પર્મ બેંક બનાવી શકાશે. આ પહેલા પણ, એવી અટકળો હતી કે ફક્ત મહિલા ક્રૂના સભ્યો જ મંગળ મિશનમાં જોડાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.