શ્રીલંકાની ટીમના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે રવિવારની સવારે સાયકલ ચલાવતા 64 વર્ષીય વૃદ્ધને કારથી ટક્કર મારી દીધી હતી. વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હિટ એન્ડ રન કેસમાં પોલીસે મેન્ડિસની ધરપકડ કરેલ છે. રાજધાની કોલંબોથી અંદાજે 30 કિમી દૂર પાનાદુરા શહેરમાં આ ઘટના બની હતી.
પોલીસ પ્રવક્તા અને SSP જલિયા સેનારત્નેએ સમાચારોની પુષ્ટિ કરતાં જણાવતાં કહ્યું હતું, કે મેન્ડિસની ધરપકડ કરવામાં આવેલ છે. હોસ્પિટલમાં ચેકઅપ કર્યા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મેન્ડિસે શ્રીલંકાની ટીમ તરફથી 44 ટેસ્ટમાં કુલ 2995 અને 76 વનડેમાં કુલ 2,167 રન બનાવ્યા છે. તેણે 26 T-20માં કુલ 484 રન બનાવેલા છે. વિકેટકિપર બેટ્સમેન પણ કોરોના પછીનાં શરૂઆત કરેલ ટ્રેનિંગ કેમ્પનો જ ભાગ છે. જુલાઈમાં, શ્રીલંકા એ ભારતની સાથે ઘરેલુ શ્રેણી રમવાનું હતું,પરંતુ તેને કોરોનાને લીધે સ્થગિત કરવામાં આવેલ છે.
Cricketer Kusal Mendis was arrested following an accident involving his vehicle that killed a man at Horethuduwa, Panadura early this morning #DailyMirror #NewsUpdates #lka #SriLanka pic.twitter.com/BgeF56fizf
— DailyMirror (@Dailymirror_SL) July 5, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news