જે દિવસે સુશાંતે આપઘાત કર્યો તે દિવસે તેની સાથે કઈ યુવતી હતી તે આવ્યું બહાર

યુવા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ડેથ સ્ટોરી કદાચ હલ ન થાય, પરંતુ દરરોજ થતા નવા નવા ખુલાસાઓ આ કેસના રહસ્યો જાહેર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સુશાંતને ટૂંક સમયમાં આ મામલે ન્યાય મળે તેવી અપેક્ષા છે. જોકે, રિયા, જે રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી, આ કેસમાં પહેલાથી જ શંકાના દાયરામાં છે, આવા સમય વચ્ચે હવે એક રહસ્યમય યુવતી બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રહસ્યમય યુવતી 14 જૂનના રોજ સુશાંતના ડેથ ડે પર પહોંચી હતી. ચાલો જાણીએ રહસ્યમય છોકરી કોણ છે.

મુંબઈ પોલીસના સૂત્રો જણાવે છે કે જે મિસ્ટ્રી ગર્લનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે બીજું કોઈ નહીં પરંતુ રિયાના ભાઈ શોવીકની મિત્ર જમીલા છે. આ નવા ખુલાસા બાદ હવે રિયા અને તેના ભાઈ ઉપર શંકાની અણી જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં મુંબઈ પોલીસ શોવિક ચક્રવર્તી સાથે પૂછપરછ કરી શકે છે. તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળી તેમના ઘરે પ્રિયંકા ખીમાણી, જમીલા અને મહેશ શેટ્ટી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાજર રહેલી પોલીસે તેમને અંદર જવાથી રોક્યા હતા. ત્યારબાદ શોવિકની મિત્ર જમીલા સુશાંતના ઘરના નોકરોને મળી ને પાછી આવી હતી.

મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે
હાલમાં આ મામલાને લઈને રાજનીતિ પણ તીવ્ર બની ગઈ છે. જણાવી દઈએ કે સુશાંત આત્મહત્યા પ્રકરણને લઇને બિહાર અને મહારાષ્ટ્રની સરકાર આમનેસામને આવી ગઈ છે. એક તરફ જ્યાં બિહાર સરકાર માંગણી કરી રહી છે કે આ મામલે સીબીઆઈ તપાસ થાય તો બીજી તરફ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારનું કહેવું છે કે આ મામલે સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી.

બીજેપી નેતાએ કહ્યું, સુશાંત પ્રકરણમાં ઠાકરે સરકારની મીલીભગત
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે મહારાષ્ટ્રના રાજકીય કોરિડોરમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રાંતના ઘણા નેતાઓમાં ઊંડા મતભેદો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને ભાજપના નેતા નારાયણ રાણેએ તેને હત્યા ગણાવી છે, અને મહારાષ્ટ્રની ઠાકરે સરકારની ભૂમિકા પર પણ ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આવી સ્થિતિમાં આ સમગ્ર મામલાની તપાસ કોણ કરે છે તે જોવું રહ્યું. આ મામલે સુપ્રીમ કોર્ટનું પરિણામ હજી આવવાનું બાકી છે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ મામલાની તપાસ કોણ કરશે તે નિર્ણય લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *