સરકારી નોકરી કરવા ઈચ્છુક યુવકો માટે સુવર્ણ તક: સબ ઇન્સ્પેક્ટરની 1876 ખાલી જગ્યાઓ પર થશે ભરતી, લાખોમાં છે પગાર ધોરણ

Staff selection commission recruitment: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SI ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે .આ માટેની સતાવાર નોટિફિકેશન 21 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી(Staff selection commission recruitment) કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટ અને ખાલી જગ્યાઓ
આ ભરતીમાં SI એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. સાથે જ કુલ 1876 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે.

લાયકાત
આ ભરતીમાં માટે અરજી કરવા ઉમેદવારોએ કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના અથવા કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ.

પગારધોરણ
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને મહીને 35 હજારથી લઇને 1 લાખ 12 હજાર સુધીનો પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ અનેક રાઉન્ડમાંથી પસાર થવું પડશે જેમાં લેખિત પરીક્ષા-1 (ઓનલાઇન), શારીરિક કસોટી, લેખિત પરીક્ષા-2 (ઓનલાઇન), પુરાવાઓની ચકાસણી, મેડીકલ ચેકપ વગેરેનો સમાવેશ થાય છે.

આ રીતે કરો અરજી
સૌ પ્રથમ SSBની ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાઓ.

હવે આ વેબસાઈટ પર જમણી બાજુમાં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.

હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.

હવે સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.

હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *