પ્રખ્યાત ક્રિક્રેટર રિષભ પંત ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર તેમજ બેટ્સમેન છે.આપને જણાવી દઈએ કે, ઋષભ પંત ભારતીય ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે, રિષભપંત આગામી મહેન્દ્રસિંહ ધોની બની શકે છે. રિષભપંતે ખૂબ જ નાની ઉંમરમાં સફળતાની ઉચાઈઓને હાંસલ કરી લીધી છે.
એની આ સફળતામાં તેની બહેન સાક્ષીનો સૌથી મહત્વનો ભાગ છે. પંતની લાડલી બહેનનું નામ સાક્ષી પંત છે. સાક્ષી દેખાવમાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી લગતી નથી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેમજ તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહેતી હોય છે.
જાણીતી ન હોવા છતાં, સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ ધરાવે છે. તેના ફોટા જોતા એવું લાગી રહ્યું છે કે, તે પણ એક અભિનેત્રી હોય પણ તેવું નથી તેની બહેનની સુદર તસવીરો પર હજારોની સંખ્યામાં લાઈક્સ તથા કોમેન્ટ પણ મળી રહી છે. તેના ઈન્સ્ટા પર ફોલોઅર્સની સંખ્યા પણ 94,000ની આસપાસ છે. અત્યાર સુધીમાં ફક્ત 32 લોકોને જ ફોલો કરે છે તેમજ તેણે તેના આઈડી પર અત્યાર સુધીમાં કુલ 606 પોસ્ટ શેર કરી ચુકી છે.
જસપ્રીત બુમરાહ પાસે અનોખી સદી નોંધાવાની તક
હાલમાં ચાલી રહેલ મેચનું જોઈએ તો, ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન વિકેટ્સની સદી નોંધાવવાની તક રહેલી છે. તેણે અત્યાર સુધીમાં ટેસ્ટમાં કુલ 97 વિકેટ્સ લીધી છે. જો તે ચોથી મેચમાં 3 વિકેટ લે તો પોતાની કારકિર્દીની અનોખી વિકેટ્સની સદી નોંધાવશે.
કોહલી 23,000 રનના પડાવથી માત્ર 1 રન દૂર:
વિરાટ કોહલી 1 રન બનાવતાની સાથે જ પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં 23,000 રન પૂરા કરશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે ત્રીજો ઈન્ડિયન બેટ્સમેન હશે. આની પહેલા સચિન તેંડુલકર તથા રાહુલ દ્રવિડ આ પડાવ પાર કરી ચૂક્યા છે. સચિને કુલ 34, 357 રન અને રાહુલ દ્રવિડે કુલ 24,064 રન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.