સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં ખાતા ધરાવતા વ્યક્તિઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. બેંક 2 દિવસ પછી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. બેંક 1 જૂલાઈથી ગ્રાહકોને પોતાના કામ માટે વધારે ચાર્જ ચુકવવો પડશે. બેંકે જણાવ્યુ છે કે, એટીએમમાં પૈસા ઉપાડવા અને ચેકબુકનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનું રહેશે. પહેલી તારીખ પછી ગ્રાહકને તમામ ટ્રાંઝેક્શન માટે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. તો આવો જાણીએ આ નિયમો ગ્રાહકો પર કેવી અસર કરશે .
આ બધા નવા નિયમો તમારા પર લાગુ થશે અને તમારે વધારે પૈસા ખર્ચવા પડશે જો તમારી પાસે દેશની કોઈ સરકારી બેંકમાં બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ડિપોઝિટ એકાઉન્ટ છે. તમને જણાવી દઈએ કે, આ બેંક ખાતા ગરીબ લોકો માટે ખોલવામાં આવ્યા છે. આમાં તમે કોઈ પૈસા આપ્યા વિના એકાઉન્ટ ખોલાવી શકો છો.
બીએસબીડી ખાતાઓને ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ્સ પણ કહેવામાં આવે છે. આ ખાતા ધારકોને એટીએમ-કમ-ડેબિટ કાર્ડ મળે છે. જો તમારી પાસે કેવાયસી માટે માન્ય દસ્તાવેજો છે, તો પછી તમે સરળતાથી આ એકાઉન્ટ ખોલાવી શકો છો. દર મહિને બીએસબીડી ખાતા ધારકોને ચાર મફત રોકડ ઉપાડ મળે છે, જેમાં એટીએમ અને બેંક શાખાઓ શામેલ છે. બેંક ફ્રી લિમિટ પૂરી થયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને સાથે સાથે જીએસટી પણ લેશે. હોમ શાખાઓ અને એટીએમ અને એસબીઆઈ સિવાયના એટીએમ પર રોકડ ઉપાડના ચાર્જ લાગુ પડશે.
નાણાકીય વર્ષમાં ગ્રાહકોને ચેકની 10 નકલો આપવામાં આવે છે. પહેલી તારીખથી આ 10 ચેક કોપી માટે, ગ્રાહકોને 40 રૂપિયા અને જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય 25 ચેક પાના માટે બેંક 75 રૂપિયા અને સાથે જીએસટી પણ લેશે. આ સિવાય ઇમરજન્સી ચેક બુકના 10 પાના માટે 50 રૂપિયા અને જીએસટી વસુલ કરશે. તે જ સમયે, જો આપણે વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ, તો આ બધા લોકોએ ચેક બુક પર નવા ચાર્જ ચૂકવવા પડશે નહીં. એસબીઆઈ એટીએમ અથવા બેંક શાખામાંથી 4 વખત પૈસા ઉપાડવાનું ફી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.