Liquor in Morbi: મોરબી પંથકના લાલપુર ગામે ગાંધીનગરથી(Liquor in Morbi) સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી ગોડાઉનમાંથી 2.18 કરોડના દારૂ સાથે બે ટ્રક, 3 બોલેરો, હોન્ડા સિટી સહિત કરોડોનાં મુદ્દામાલ સાથે 10 લોકોને ઝડપી લેતા મોટો ખળભળાટ મચી ગયો છે.ત્યારે એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.
એસએમસીની ટીમેને રાતભર દારૂની ગણતરી કરવી
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી -વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં આવેલ શ્રીરામ ગોડાઉનમાં ગત મોડીરાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા શખ્સોને અટકાયતમાં લીધા હતા.દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી SMCને મળતાં ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂની 61,000 બોટલ હતી, જેની કિંમત 1.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત 7 જેટલાં વાહનો સ્થળ પરથી મળ્યાં છે, જેની કિંમત 66.55 લાખ થાય છે તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાથી એસએમસીની ટીમેને રાતભર ગણતરી કરવી પડી હતી.
જિમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ, થાન અને ચોટીલા સહિતના વિસ્તારોમાં એનું વેચાણ કરવામાં આવતું હોવાની કબૂલાત પકડાયેલા આરોપીઓએ કરી હતી, સાથે જ આરોપી જિમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના શખસને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં મોરબીના વિરપરડા ગામના પાટિયા નજીકથી પોલીસની સંડોવણી વાળા ડિઝલચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જે બાદ મોરબી તાલુકા પોલીસની હદમાં જ ગતરાત્રીના દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે અને મોરબી પોલીસને દોડધામ થઇ પડી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App